________________
ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યો કરી જેમ અલ્પકાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એજ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે.
પ્રકૃતિ ઉદયાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. ૐ શાંતિઃ - પત્રાંક-૯૫૧.
“યથા હેતુ જે ચિત્તનો, સત્યધર્મનો ઉદ્ધાર રે થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય. આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્તયોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શી ને દેહ વિયોગ રે. ધન્ય. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે... ધન્ય.
- હાથનોંધ-૧, પૃ. ૬૪” ઉપરોક્ત અવતરણોથી એમ સિદ્ધ થયું કે શ્રીમદ્ રાજચંદ્રજીને ૧૯૪૦માં નિશ્વયનચે શુદ્ધ સમકિત પ્રકાણ્યું હતું તેની અખંડધારાએ વિ.સં. ૧૯૪૮ના માગસર સુદ-૬, સોમે ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ્યું, જેથી તેઓ અખંડરવરૂપજ્ઞાની બીજકેવળી બન્યા.
નિરભ્ર આકાશમાં બે કળા નિરાવરણ ચંદ્રમાની જેમ અનંતાનુબંધી કષાય અને દર્શનમોહ રહિત ચિદાકાશમાં આત્મચંદ્રનું બે કળા નિરાવરણપણે અખંડધારાએ સતત સહજ પ્રકાશિત બન્યું રહેવું તે જધન્ય બીજકેવળજ્ઞાન કહેવાય, અને ચતુર્દશીના ચંદ્રમાની માફક આત્મચંદ્રનું પ્રકાશવું તે ઉત્કૃષ્ટ બીજકેવળજ્ઞાન કહેવાય. વચ્ચેનો ગાળો મધ્યમ બીજકેવળજ્ઞાનનો છે. જ્યારે પૂર્ણિમાના સર્વથા નિરાવરણપૂર્ણ ચંદ્રની માફક આત્મચંદ્રનું સર્વથા નિરાવરણપણું થાય ત્યારે સંપૂર્ણ-કેવળજ્ઞાન થયું ગણાય છે.
બીજભૂત અને સંપૂર્ણ એમ કેવળજ્ઞાન બે પ્રકારે હાથનોંધ-૧, પૃ. ૧૦પમાં શ્રીમદે અનુભવ પ્રમાણથી જે નોંધ્યું છે, તે ઉપલી વિચારણાથી બુદ્ધિગમ્ય થઈ શકવા યોગ્ય છે. વળી દશ્ય પદાર્થની અપેક્ષાએ જ માત્ર આ કાળે કેવળજ્ઞાનની વ્યાખ્યા પ્રચલિત છે તે અપૂર્ણ છે, તેની સાથે જીવની અપેક્ષાએ વ્યાખ્યા મેળવીએ ત્યારે જ તે સંપૂર્ણ થઈ ગણાય કારણ કે જૈન ન્યાય ગ્રન્થોમાં સ્વ-ર વ્યવસાયી સાનં પ્રમામ્ અર્થાત્
ઉપાસ્યપદે ઉપાદેયતાઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - રવલ્પ પરિચય
૧૮.