________________
જે ‘સ્વ’ને સ્વરૂપે તથા ‘પર’ને પરરૂપે એમ સ્વ-પરને જેમ છે તેમ જુદું-જુદું બતાવે તે જ્ઞાન પ્રમાણભૂત ગણ્યું છે. આ ન્યાયથી કેવળજ્ઞાનની પ્રચલિત વ્યાખ્યાએ ખૂટતી કડીને જોડવારૂપે શ્રીમદે આત્મસિદ્ધિશાસ્ત્રમાં જીવની અપેક્ષાએ કેવળજ્ઞાનની વ્યાખ્યા બતાવી છે.
જિનાગમમાં સયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અયોગી ભવસ્થ કેવળ બબ્બે પ્રકારનું અને સિદ્ધ કેવળજ્ઞાન એ આદિ ભેદો જોવામાં આવે છે તે પણ જીવસાપેક્ષ છે જેની પૂર્તિ પણ શ્રીમદે પ્રકાશેલી વ્યાખ્યા વડે જ શક્ય છે.
આ રહસ્યોદ્ઘાટનથી એમ સિદ્ધ થયું કે બીજના ચંદ્રમાની જેમ આત્મચંદ્રનું બીજકેવળજ્ઞાને પ્રત્યક્ષદર્શન આ કાળે હોઈ શકે. “વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભૌ બતલાય દિયે.” શ્રી.રા. વચનામૃત.
વળી બીજથી ચતુર્દશી પર્યંતના નિરાવરણ ચંદ્રની માફક જેટલું નિરાવરણપણું આત્મચંદ્રનું થાય તેટલું કર્મ-રાહુથી આત્માનું મોક્ષ પણ થાય અને તે આ કાળે હોઈ શકે. તેમ છતાં પ્રચલિત ઉપદેશ પ્રવાહમાં “આ કાળે આ ક્ષેત્રે આત્માના પ્રત્યક્ષ દર્શન નહિ જ થાય તથા મોક્ષ પણ નહિ જ થાય” એવો પ્રચાર જૈનોમાં ચાલી રહ્યો
છે તે પણ આ કાળનું એક અચ્છેરૂં જ છે. અને આ અચ્છેરાના અંગ રૂપે એમ પણ પ્રરૂપાય છે કે “આ ભરતમાં હમણાં કોઈને ક્ષાયિક સમકિત ન જ થઈ શકે.” ચાલો ! ત્યારે હવે આપણે જૈન શાસ્ત્રોમાં પ્રવેશીને જોઈએ કે આ કાળમાં આ ક્ષેત્રે જીવ ક્ષાયિક સકિત પામી શકે કે નહિ ?
ક્ષાયિક સમ્યક્ત્વ કોને અને કોની નિશ્રામાં થાય ?
“દર્શનમોહનીય કર્મનું ક્ષય હોવાનું જે ક્રમ છે, તે ક્રમનો પ્રારંભ કેવળી અથવા શ્રુતકેવલીની નિકટ નિશ્રામાં જ થાય અને તેનો પ્રારંભ કરનારો કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય જ હોય.” (ગોમ્મટ સાર-જીવકાંડ ગાથાંક-૬૪૭ના ત્રણ ચરણ)
આ સિદ્ધાન્તાનુસાર આ ક્ષેત્રે વર્તમાન ક્ષણે કોઈ કેવળી અથવા શ્રુતકેવળી નથી માટે તેની નિશ્રાના અભાવે કોઈને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ શકે - આવો પ્રવાદ ચાલુ થયો હોય એમ લાગે છે; પરંતુ તે જ ગાથાના ચોથા ચરણની શિક્ષા ભણી આંખ આડે કાન કરવામાં આવ્યા હોય એમ પણ લાગે છે. તે ગાથાનું ચોથું ચરણ છે - નિવો હોવિ સવ્વસ્થ' અર્થાત્ જો કદિ દર્શનમોહનો સર્વથા ક્ષય થવા પૂર્વે જ અધુરા કાર્યે તે ક્ષપણકનું આયુ પૂર્ણ થઈ જાય તો તે પોતાના અધુરા કાર્યની પરિસમાપ્તિ ચારે ગતિઓમાંથી કોઈપણ ગતિમાં તે જીવ જઈને કરી શકે છે. ત્યાં
૧૯૮
રાજગાથા