SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આ સિદ્ધશિલા.... ! આ સિધ્ધશિલા ! પરમપદ પ્રબોધતી પરિસિધ્ધ શિલા !! અહીં સપ્તમુનિ-બોધ જ નહીં, હિંસકોને ય મૂક-પ્રબોધ પ્રગટ્યો પરમ કૃપાળુનો !! અહીં, હા અહીં જ ક્યહી બિરાજ્યા હશે, પ્રભુને ચરણે, “છગન-મગન”*1 બે વાઘ, અહિંસા-પ્રતિષ્ઠાએ *2 પરમ પ્રભાવે, કરીને હિંસા-વેરનો સદાય ત્યાગ !!! ને અહીં જ, કદાચ અહીં જ અંતર્દર્શન-આર્ષ દર્શને, પૂર્વ-દર્શને દીઠો હશે, પરમકૃપાળુ-પરમષ્ટાએ આર્યાવર્ત ભારત તણા ઉત્થાન-ઉધ્ધારનો માર્ગ અહિંસક બનાવેલા વાઘ-મોહન નહીં, “માનવ-મોહન”*૩ના માધ્યમ થકી, જે સુદૂર વિદેશથી મોહમયી નગરે મળવા તલસી રહેલા મહામહિમ-મહાભાગ ! વિચિત્ર વિશ્વે નથી લીધી નોંધ, પ્રસરેલા અહીંના આંદોલનો-આર્ષદર્શનોની, અહિંસા, અનેકાંત, આત્મજ્ઞાન અને વિશ્વશાંતિ-વિશ્વકલ્યાણનાં સંદર્શનોની પરમગુરુ “રાજ” થકી જે રોપાયા-પ્રતિરોપાયા એક “મોહન”ના મન-મસ્તિષ્ક મહીં, ને પ્રસર્યા “ભારતમુક્તિથી કરવા મુક્ત અશાંતિમાંથી સકળ વિશ્વ મહી !! કેન્દ્ર આ સર્વનું, ઉત્સ ઉગમ સ્થાન આ સર્વનું, પ્રશાંત પ્રવર્તમાન વિશ્વનું, આ પરમ પરમાણુ વેરતી, અહિંસા પ્રબોધતી, હિંસા ઘોર પિંગાળતી, આત્માને ઢોળતી, સિધ્ધશિલા. પરમ ગુરુ પરમકૃપાળુની પુનિત સંસ્પર્શિત-સિધ્ધશિલા... ! “અહમને ઓગાળતી, “અહમને ઊઠાડતી, પરમપદ પ્રબોધતી પરિસિધ્ધ શિલા !!x ૪ વંદન શતધા, સહસ્ત્રધા, અનંતધા (તને) ઓ સિધ્ધશિલા.. ! - અનંતદર્શી (ઈડર, ૨૫-૨-૧૯૯૪) * પરમકૃપાળુ દેવે બંને વાઘોને આપેલાં નામઃ મોહન-મગન #2 “હિંસા પ્રતિષ્ઠાથાં તાંનિધો વૈરત્યાઃ '' – પાતંજલ યોગદર્શન *3 મોહનદાસ કરમચંદ ગાંધીજી આ સિધ્ધશિલા.....
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy