________________
ધ્યાને, ધન્ય ધરાએ, ઈડરની
દીદાર દીઠો પરમકૃપાળુનો પરમ જ્ઞાનના દેશમાં, મહાવિદેહના, મહાજ્ઞાનના, મહાવિરામી ભવ-પ્રદેશમાં, ધન્ય થયો આ ભવ-ભટકણમાં, આ ધન્ય ધરાએ આવી બાહ્યાંતરની સર્વ ઉપાધિ, સર્વ સંગોનો સુઅંત લાવી !
“એક પરમાણુમાત્રની મળે નવ સ્પર્શના” 'न वि अस्ति मम किञ्चित्, एक परमाणु मित्तंपि ।" - આ ઘોષ-પ્રઘોષ સુણાવ્યો સિધ્ધશિલાને પ્રાંતેથી, “આહત”માંથી સરી “અનાહતે”, પરમ-ધ્યાનને દ્વારેથી /
- અનંતદર્શી
(સિધ્ધશિલા” નિકટ ધ્યાનમાં, ઈડર, ૨૫-૨-૯૪)
સ્વજન મારાં પરમકૃપાળુ,
વિજન સારું વિશ્વ..... ! વિદેશ - પરદેશ આ જગત સઘળું, સ્વરૂપ એ જ સ્વદેશ !!
– અનંતદર્શી
રાજગાથા