________________
૧૧
આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વર્ષે..!
સ્વાનુભવ કથા (શ્રીમદ્ રાજચંદ્ર વિહારભવન, ઈડર પરમક્ષેત્રની પુનઃસંસ્પર્શના વેળાએ)
3ૐ નમઃ | આ શૃંગનો પ્રાન્ત.. ! કેવળ એકલ પ્રશાન્ત.... !! દૂષણ-પ્રદૂષણ-વિસ્વર સૂરોથી, ના થતો વિભ્રાન્ત.... !! શી ધન્ય એની ધરા, શા ધન્ય એનાં અણુ-રેણુ (સુવર્ણ) કણ-કણ ! અહીં પુઢવી શિલા” પર સમોસર્યા પ્રભુ પિતા પરમ વીર ભગવંત; અને બિરાજ્યા “સિધ્ધશિલા' પર પરમકૃપાળુ આણવા ભવ અંત – પ્રબોધતાં આત્મ-દ્રવ્યને દ્રવ્ય સંગ્રહ થકી, સરળ સુભાગી સપ્ત સંત; સમજાવી સકળ માર્ગ નિગ્રંથ, ભેદાવી મર્મપડળ કર્યદળ અનાદિ અનંત.
હશે સંચર્યા પૂર્વે ય કેટકેટલી વાર અહીં પ્રભુ પરમકૃપાળુ પરમ દયાળ, કરી સાર સંભાળ ને ભાળ, વળગાડી આંગળીએ આ પામર, અલ્પ લઘુ બાળ; સ્વચ્છેદે વત્યે જે બહુ કાળ-કરાલ, ભેદાવી ભ્રાન્તિની મહાજાળ, કલુષિત કર્મની જંજાળ, ઊઠાવી લઈ પરમાનુગ્રહે ત્યાંથી, તરત, તત્કાળ !
અને આ દેહજન્મે ય ખેંચતી રહી, આ જ ધરા બહુ વાર, ઉતારવા કર્મનાં ભ્રમ-ભાર, સંશોધવા જીવન-રહસ્યોના સાર; અનેકદા બાળ-યુવાવયે એકલ એકાન્ત ભટકતો માથે પ્રભુ આધાર, અને તદનંતરે એકદા શતાબ્દી વર્ષે, નિર્મલ વિમલ તાઈ સંગે લઈ સિતાર !
આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વર્ષે..!