________________
અહો ! કેવો એ વિરલ સંયોગ કે જ્યારે સહસા પધાર્યા આ “વિહાર” દ્વાર, “પરમકૃપાળુના દાસ”, મુનિ “ભદ્ર-સહજાનંદ” દયાળ, લઈ ભક્તોની વણઝાર; શોભતો સંગે અજ્ઞાત છુપાતાં, આત્મજ્ઞા માતેશ્વરીનો*1 દિવ્ય દીદાર, અને “પરમકૃપાળુના લાડલા લાલ”&2 તણીય સુંદર, સરળ, સથવાર ! આગમન પૂર્વે જ આ સૌ ભવ્યોનાં, રણઝણી રહેલા મુજ સિતારના તાર, પ્રભુ-ભદ્ર નિશ્રાએ, લાલ’ અનુરોધે, કરી રહ્યાં એ રાત્રિભર ઝણકાર; ને પ્રાતે વિમલાતાઈના પરિમલ મુખરિત મને, જવ પ્રગટ્યો સંવાદ, પરમગુરુ સંગે, જે ય નમ્રાતિનમ્ર બની, મહાપ્રયાસે વદી રહ્યાં તે વાર.
સિધ્ધશિલાની સમીપ વિરાજી, અન્યોન્ય(ની) થઈ આજીજી ઝાઝી, અંતે પ્રગટી વાણી ગુરુની, સૌમ્ય-સંવાદી, શાંત-સરળ ને સાજી, પ્રેરક, પ્રબુધ્ધ, પ્રચંડ જે બનતાં સાતે ય પહાડો રહ્યાં ગાજી, સુયોગ્યતા જોઈ “સહજાનંદઘન”ની પરમકૃપાળુ ય જાણે થઈ ગયાં રાજી !
ધન્ય થયો સુણી આ લઘુ બાળ, “ભદ્ર” “વિમલ*3નો વિરલ સંવાદ, ને એથી ય વધુ મૂક, ગુપ્ત, અજ્ઞાત માતનો ધૂન ભક્તિ (તણો) નિનાદ; તાર સંધાયા ભવ-ભવાંતરના, ઈડરથી હંપી તણા ગુંજ્યા ગુફાના સાદ, આવા જ ઢળતા પહોરે, સત્તાવીસ વરસે, રહ્યાં અપાવી પ્રભુ આજ્ઞાની યાદ “આવી વિરમો સર્વ સંગોથી, થઈ જાઓ સ્વયંમાં સ્થિત !” એ ય કેવો યોગાનુયોગ અહીં પ્રથમ પરિચય કરાવ્યો પ્રભુના લાલે, ને આજ સત્તાવીસ વર્ષે પુનઃ પ્રવેશ ય કરાવ્યો “લાલના લાલ” શ્રી ચીમનલાલે !
- “અનંતદર્શી' (ચંદ્રપ્રભુ પર્વતિકા, ઈડર, ૨૫-૨-૧૯૯૪)
#1 માતાજી શ્રી ધનદેવીજી, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, હેપી #2 શ્રી લાલભાઈ સોમચંદ શાહ * ભદ્ર-વિમલ શ્રી ભદ્રમુનિ (સહજાનંદઘનજી) અને વિમલાતાઈ
૧૦૦
રાજગાથા