SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીમદ્ રાજચંદ્રજી (બેંગલોર આકાશવાણી પ્રસારિત હિન્દી સંગીતરૂપકનો ગુર્જર અનુવાદ) महादिव्या : कुक्षीरलं शब्दजीत रवात्मजं । राजचन्द्रं अहं वन्दे, तत्त्वलोचनदायकम् ॥ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. (આત્મસિદ્ધિ) પ્રવકતા (સ્ત્રી): કેટલા ગહન અર્થસભર શબ્દ ! મહાનુભાવ! આ કોના શબ્દો આપ ગાઓ છો ? પ્રવક્તા (પુરુષ) : આ શબ્દો છે - પોતાની અંતરસ્થ આત્માનો બોધ પ્રાપ્ત કરી અન્ય સાધકોને એનું જ્ઞાન કરાવનાર, આ યુગના વિરલ, ગુપ્ત અને આત્મજ્ઞ મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના. સ્ત્રી-સ્વર : શ્રીમદ્ રાજચંદ્રજી ? કોણ હતા એ ? એમનું નામ સામાન્ય જનસમાજે બહુ સાંભળ્યું હોય એમ લાગતું નથી..! પુરુષઃ સાચું છે. કારણ કે તેઓ પ્રસિદ્ધિથી સર્વથા દૂર રહેવા ઈચ્છતા મહાપુરુષ હતા. છતાં ય ન તો એમનો નિર્મળ ઉપકાર ઓછો પ્રસર્યો છે, ન જગત પર એમનો ઉપકાર ઓછો છે! સ્વયં મહાત્મા ગાંધીજીએ એમની અંતરથી પ્રશંસા કરતા, પોતાની આત્મકથામાં આ પ્રમાણે કહ્યું છે. સ્ત્રી : મહાત્મા ગાંધીજીએ ? પુરુષ : હા, એમને માટે “રાયચંદભાઈ' શબ્દનો પ્રયોગ કરીને. ગાંધીજીએ શ્રીમદ્રને પોતાની આત્મકથામાં જ નહીં, પોતાના જીવનમાં પણ ઉચ્ચતમ સ્થાને સ્થાપિત કર્યા છે. - ટૉલ્સ્ટૉય અને રસ્કિન કરતા પણ ઉચ્ચતર સ્થાને, પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક, (Spiritual Guide), તરીકે સ્થાપિત કરીને... સ્ત્રી : ઓહો..! હું તો આ વાતથી તદ્દન અજાણ છું. શું લખ્યું છે બાપૂએ એમના વિષે ? શ્રીમદ્ રાજચંદ્રજી ૧૦
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy