________________
તો તત્ત્વજ્ઞ કવિ રત્નાકર વર્ણીએ જિનેશ્વરબોધિત જગત સ્વરૂપને આ રીતે નૂતન રૂપે આલેખ્યું :
“મનુ વુિ છુ, પણ તના !
मनदोळु निश्चय, रळियद कोटिगे।" શું શું આલેખવું? આવું મર્મભર્યું તત્ત્વ સાહિત્ય જ નહીં, ગીત-વીતરાગ' જેવી સંગીતકૃતિઓ, “ભૂવલય' જેવી ગણિતાનુયોગની કૃતિઓ અને શ્રવણ બેલગોલ - બાહુબલી સમી અનેક ચિરંતન જૈન શિલ્પ-કૃતિઓ શ્રી ભદ્રબાહુ પ્રભાવિત પરવર્તી કાળમાં નિરંતર નિર્મિત થતી રહી.
ભદ્રબાહુ સ્વામી દ્વારા પરિશોધિત જૈનધર્મના પ્રભાવથી પ્રભાવિત કર્ણાટકની આવી ધન્યભૂમિ-યોગભૂમિમાં પદાર્પણ કર્યું ભદ્રમુનિ-સહજાનંદઘનજીએ. જિનેન્દ્ર ભગવંતો દ્વારા કથિત-શ્રીમદ્ રાજચંદ્રજી દ્વારા પ્રકાશિત, લુપ્ત-ગુપ્ત એવા મૂળમાર્ગ આત્મધર્મની જ્યોતિ જગાવવા, અલખની ધૂન જગાવવા, પશ્ચિમ ભારતના ગુજરાતની કચ્છની ભૂમિથી નીકળી, શત્રુંજય-ગિરનાર-ભદ્રેશ્વરની તીર્થભૂમિથી ઉત્તર ભારતમાં અષ્ટાપદ અને પૂર્વમાં સમેતશિખર, પાવાપુરી, ખંડગિરિ-ઉદયગિરિ, આદિ તીર્થોની સ્પર્શના કરતા, અનેક ગિરિકંદરાઓમાં મૌનપૂર્વક એકાંતવાસમાં ભગવાન મહાવીરની જેમ જ વિચરણ કરતા કરતા તેઓ કર્ણાટકમાં આવી પહોંચ્યા... !
ભદ્રબાહુ સ્વામીથી પ્રભાવિત પંપા આદિ જૈન મહાકવિઓએ જિનેશ્વર ભગવંતની જે જિનવાણીનો મહિમા કનડ ભાષામાં ગાયો હતો એની ગૌરવગરિમા, પોતાના પૂર્વ જન્મના ઉપકારક, “અનન્ય આત્મશરણપ્રદાતા', યુગપ્રધાન, જિન મૂળમાર્ગના પરિશોધક, મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક, શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ગુજરાતીમાં મહાગંભીર, અર્થસભર શબ્દોમાં ગાઈ અને એનો જ પ્રતિઘોષ કર્ણાટકની આ પુણ્ય ધરા પર ગુંજાવવા માટે જ જાણે ભદ્રમુનિ ગાઈ રહ્યાં - “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી...
જિનેશ્વરતણી વાણી.. જેણે જાણી તેણે જાણી છે."* અહો ! આ પણ કેવો સાંકેતિક યોગાનુયોગ.... !
કર્ણાટક અને ગુજરાત ! આહંતુ મહિપુરુષોનાં પવિત્ર ચરણકમળના સ્પર્શથી પવિત્ર આ બંને આર્ય પ્રદેશોની ભૂમિમાં કેવો સમાનતાસભર એક-શો જિનવાણીનો * શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત - ભક્તિ કર્તવ્ય. ૧૨૬
રાજગાથા