________________
તેમજ પ્રભુ મહાવીરના ગણધરવાદના કથનની પૂર્વશ્રુતિ-સ્મૃતિપૂર્વક શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ચ્યું.
આવી આત્મસિધ્ધિશાસ્ત્રની આ મહારચનાના પ્રદાન દ્વારા વર્તમાનમાં વિલુપ્ત એવા વીતરાગમાર્ગ-જિનમાર્ગને પ્રશસ્ત કરી સ્વચ્છ અને સુસ્પષ્ટ કરીને, તે ભણી આંગળી ચીંધીને તેઓશ્રી મહાવિદેહક્ષેત્રે સિધાવી ગયા, પરમ ધન્ય બની ગયા !
તેમના અંતરલોકના ઊંડાણ અને ઊંચાણ ભણી ડોકિયું જ નહીં, તેમાં ઊંડા ઉતરી, તેનું ખેડાણ કરી તેમને પ્રશસ્ત ભક્તિભાવે અંજલિ આપતાં અહોભાવભર્યા આવાં અનેક રાજપદો શ્રી સહજાનંદઘનજીએ રચ્યાં છે :
અહો જ્ઞાનાવતાર ! કળિકાળના હો રાજ ! તરી બેઠા નિશ્ચિત મહારાજ રે, ભવના સમુદ્રને કાંઠડે. “જિનમાર્ગ બતાવી જંબુ-ભરતમાં તો રાજ!
લહ્યો મહાવિદેહ જિન-સાજ રે, ભવના સમુદ્રને કાંઠડે.” આ પદના વિસ્તારમાં પોતાની આપવીતી કહીને પછી આના અનુસંધાનમાં આત્મસાધકોને પુરુષાર્થ પ્રેરણા આપતું બીજું રાજપદ તેમણે રચ્યું :
અહો જ્ઞાનાવતાર ગુરુરાજના હો લાલ ! સૌ કેડ કસી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આરાધવા. આ જડ સ્વરૂપમાં જંજાળમાં હો લાલ ! કેમ અટકી રહ્યાં છો સાવ રે? આત્મસ્વરૂપ આરાધવા.. આ કાળે કાંટાળા માર્ગને હો લાલ ! કર્યું સ્વચ્છ કૃપાળુ રાવ રે, આત્મસ્વરૂપ આરાધવા ચાલી ચિન્હો કર્યા સંકેતના હો લાલ! મહાભાગ્ય મળ્યો એ દાવ રે, આત્મસ્વરૂપ આરાધવા છે મોક્ષ ને મોક્ષ ઉપાય છે હો લાલ ! આ કાળે એ શ્રદ્ધા જમાવ રે એકનિષ્ઠાથી એ પંથ ચાલતાં હો લાલ! સધે સહજાનંદ સ્વભાવ રે. આત્મસ્વરૂપ આરાધવા....”*1
શ્રી સહજાનંદઘનજીએ શ્રીમદ્જી અને તેમના સર્જન-પ્રદાન વિષયક પૂર્વોક્ત પ્રતિપાદનનું સમાપન કરતાં તારણ આપ્યું છે :* સહજાનંદ સુધા : પૃ. ૬૭ અને ૬૯ 2 “ઉપાસ્યપદે ઉપદેવતા” પૃ. ૪૫ (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૯૩