________________
શ્રી ભદ્રમુનિ અંતમાં આ વિષે, યુગપ્રધાન કોણ અને કેમ ગણાય તેની સરળપણે સ્પષ્ટતા કરે છે :
“જેમ તીર્થકર એ એક વિશેષ પદ છે તેમ યુગપ્રધાન પણ એક વિશેષ પદ છે. કેવળ આચાર્યપદની સાથે જ એ પદનું કાંઈ સીમિત સંબંધ નથી. પરંતુ ઉત્સર્ગે સામાન્ય કેવળીથી માંડીને ક્ષાયિક સમ્યકત્વ યુક્ત દ્રવ્ય-ભાવ સાધુપદ પર્યત એ પદની વ્યાપ્તિ છે. પોત-પોતાના સમયે જેની તારક પુન્યાઈ અદ્વિતીય હોય તે યુગપ્રધાન ગણાય છે. જેમ કે કેવળીઓમાં પ્રથમ યુગપ્રધાન આર્ય સુધર્માસ્વામી ગણાયા અને સાધુપદમાં દુષ્પસહો જા સાહુ દુષ્પસહ સાધુ અંતિમ યુગપ્રધાન બતાવાય છે, તેમજ અપવાદે શ્રીમદ્ રાજચંદ્રજી પણ યુગપ્રધાન હતા, એમ જ્ઞાનીઓની કૃપાથી જાણ્યું છે.”
(- ઉપાસ્યપદે ઉપાદેયતા પૃ. ૪૬ ઃ હિન્દી પૃ. ૫૦) શ્રી તીર્થકર દેવે કહ્યા પ્રમાણે, જ્યાં વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ પામી રહ્યો છે ત્યાં ઉન્મત્તપણે તે આચરીને, તીર્થકર મહાવીરના અંતિમ લઘુશિષ્ય તરીકેની શેષ આજ્ઞાનેનજિનાજ્ઞાન-શિરોધાર્ય કરીને, શ્રી સોભાગભાઈ, લલ્લુજી આદિ સાત મુનિઓ, શ્રી અંબાલાલભાઈ, શ્રી જુઠાભાઈ, શ્રી પોપટભાઈ જેવા અનેક આત્માર્થીઓને તારીને, વિશ્વને આત્મજ્ઞાનના સુવર્ણ-શૈલી “આત્મસિધ્ધિ', મોક્ષમાળા', “વચનામૃતાદિ અમર કૃતિઓ કેવળ ૩૩ વર્ષની જ અલ્પ દેહાયુમાં આપીને, રાજનગર “રાજકોટમાં અંતિમ ચરણ પાથરીને, સ્વયંના “શુધ્ધ-બુધ્ધ ચૈતન્યઘન સ્વયંયોતિ સુખધામ” એવા આત્મસ્વરૂપમાં લીન થઈને અંતે સ્વરૂપસ્વદેશ જવા મહાવિદેહમાં શ્રી સીમંધર પ્રભુના શ્રીચરણે જેઓ પહોંચ્યા અને બાહ્યાંતર નિગ્રંથી થઈને વર્તમાને ત્યાં કેવળી તરીકે વિચારી રહ્યાં છે, એવા શ્રીમદ્ રાજચંદ્રજી અહીં ભરતક્ષેત્રમાં એકસો વર્ષ પૂર્વ યુગપ્રધાનપણે જીવી ગયા, પોતાની લેશમાત્ર પ્રસિદ્ધિને પણ ગોપવીને, બેરિસ્ટર ગાંધીને જેઓ “મહાત્મા ગાંધીજી બનાવી ગયા ને જેમના દ્વારા દેશને આઝાદી અપાવી અહિંસા-સિધ્ધિ કરાવી ગયા, એવા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પરમકૃપાળુદેવને આ કાળના અદ્વિતીયતારકશક્તિધારક યુગપ્રધાન નહીં તો બીજા શું ગણી શકાય ? આત્માની અનંત શક્તિઓને જિનાજ્ઞા અનુસરીને સિધ્ધ કરનાર સ્વયં તો યથાસંભવ ગુપ્ત રહ્યા. પરંતુ આ “ઝવેરીને, આ આત્મ-હીરાના વ્યાપારીને, જે ગાંધીજી, લઘુરાજજી, સોભાગભાઈજી જેવા થોડા અન્ય ઝવેરીઓ પારખી ગયા, ઓળખી ગયા, તેમના જીવનકાળ દરમ્યાન પ્રત્યક્ષ “પામી ગયા, તેવી જ રીતે તેમના જીવનકાળ પછી પણ પરોક્ષરૂપે પામી
૧૧૦
રાજગાથા