SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યાંય નથી. જૈન દર્શન પ્રણીત આ આત્મસ્વરૂપ ચિંતના અને કર્મસત્તાની ગહનતાગૂઢતાને સમસ્ત વિશ્વદર્શનોના અભ્યાસી વિદુષી વિમલા ઠકાર આ શબ્દોમાં આગળ બિરદાવે છે : “In that poetic treatise is contained the essence of Indian Spirituality. It transeends the frontiers of both Jainism and Hinduism. It has a global content." (– “Saptabhashi Atmasiddhi” foreword : pp-xvii) ગૌતમાદિની આત્મસત્તા શ્રદ્ધા દેઢ કરાવતા ગણધરવાદમાંના પ્રભુ મહાવીરના ઉદ્દેશ અભિગમને શ્રીમદ્ આત્મસિદ્ધિશાસ્ત્રમાં આમ મૂકે છે ઃ “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાષ્યો અત્ર અગોપ્ય.” (આ.સિ.શાસ્ત્ર-૨) લુપ્તમોક્ષમાર્ગના આત્માર્થને જગાડવાનો શ્રીમનો ઉદ્દેશ્ય તેમના સ્વયંના આ શબ્દોમાં વ્યક્ત થાય છે ઃ "देह के हेतु अनंतबार आत्मा का क्षय किया है । मुमुक्षु जीव को अवश्य निश्चय होना चाहिए कि आत्मा के हेतु जिस देह का क्षय किया जाएगा, उस देह में आत्मविचार का जन्म होने योग्य जानकर, सर्व देहार्थ की कल्पना छोड़कर, केवल एक आत्मार्थ में ही उसका उपयोग करें ।" (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની શ્રી વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રકાશિત સર્વ પ્રથમ લોગ પ્લે અને સી.ડી. રેકોર્ડનું પૂર્વ પ્રસ્તુતીકરણ ઃ “સપ્તભાષી આત્મસિધ્ધિ'' પૃ. XXIII) : - – આ ઉદ્દેશ્ય અને ઉપર્યુક્ત તુલના માટેનો અનુરોધ – સંકેત કરતા આ વિનમ્ર પ્રયાસ-આલેખમાં જિનાજ્ઞા-સદ્ગુરુ આજ્ઞા વિરુદ્ધ જ્ઞાતાજ્ઞાતપણે કોઈ અભિવ્યક્તિસ્ખલના થઈ હોય તો અંતઃકરણથી “મિથ્યા દુષ્કૃત - મિચ્છામિ દુક્કડમ્” ક્ષમાપ્રાર્થના. ॥ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ॥ ‘પારુલ’, ૧૫૮૦, કુમાર સ્વામી લે આઉટ, બેંગલોર-૫૬૦૧૧૧. (M) 09611231580 (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૯૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy