________________
મહાત્મા ગાંધી ન હોત....! (વિનોબાજીનો પવનારથી લખેલો ૧૭-૧૧-૧૯૩૫નો પત્ર પણ આવો ભાવ રજૂ કરે છે. જુઓ “સપ્તભાષી' પૃ. ૧૬૭).
ગુજરાતની પ્રજામાં વાણિજ્યના સંસ્કાર એવા ગાઢ છે કે મોક્ષાર્થીની વાત, શ્રીમદ્ભા દર્શનની વાત કોણ સમજે? હા, લોકો રોજ દેરાસર જાય, દાનધર્મ કરે એમાં જ ધર્મ આચરવાનો સંતોષ માની લે. (શ્રીમદ્ જેમ) પળભરનો પ્રમાદ નહીં અને રત્તીમાત્રનું અસત્ય નહીં - આ જીવવા માટે તો સુવિધા-સુરક્ષાને હોડમાં મૂકવા પડે ! એના માટે તો કિંમત ચૂકવવી પડે ! આ જીવવાનું સાહસ, તૈયારી છે ?
“શ્રીમદ્ભા સોભાગભાઈ પરનાં પત્રો એ તો અમૂલ્ય ખજાનો છે (એક રત્નદીપશું દૃષ્ટાંત કથન : ‘તમે અમે કંઈ દુઃખી નથી, જે દુઃખ છે તે રામના ૧૪ વર્ષના વનવાસનો એક દિવસ પણ નથી અને ગજસુકુમાલના ધ્યાનની એક પળ પણ નથી” - (શ્રીમદ્જી) એમાં સાધકને ક, ખ, ગ થી માંડીને નિજપદ સુધીની યાત્રાની સફર લોકભોગ્ય ભાષામાં રજૂ કરાઈ છે.xxx”
- પ્રભાબેન મરચંટ સંપાદિત વિમલ સત્ત્વ', પૃ. ૧૬૩-૬૪)
આમ દીદીએ શ્રીમદ્દી આધ્યાત્મિક ક્રાન્તિ પ્રબોધતી, પ્રમાદને ખંખેરાવી ઊંચે ઉઠાવતી સર્વોપકારક પરાવાણીનો, તેની પરમપ્રભાનો મહિમા સર્વત્ર, વિશ્વભર ગાયો ને પ્રસરાવ્યો - પ્રથમ ગુજરાતથી આરંભીને. દીદીની જીવનયાત્રાનું આ કોઈ નાનું સૂનું પ્રદાન છે ? પ્રતિફલન છે?
અહીં પ્રથમ તેઓ ગુજરાતને જ કેમ મૂકે છે ?
વિવેકાનંદને ભૂલી જવાનું અને તેમની વાણીને “આંબી જાય' એવી શ્રીમદ્ વાણીને વાગોળવાનું-આચરવાનું કેમ કહે છે ?
શ્રીમદ્માં મહાત્મા ગાંધીને સર્જવાની ક્ષમતા કેમ વ્યક્ત કરે છે? આ અને આવા પ્રશ્નો - સ્વાભાવિક ઊઠતા પ્રશ્નો-ઊંડું ચિંતન માગે છે.
પ્રથમ ગુજરાતને તેઓ કદાચ એટલા માટે મૂકતા જણાય છે કે એક તો દીદીએ ગુજરાત નિકટ (આબુ) વસીને ગુજરાતને બિરાદરી વગેરે અનેકરૂપે પોતાનું પ્રથમ કાર્યક્ષેત્ર બનાવ્યું અને બીજું ગુજરાતની આધ્યાત્મસત્ત્વ ભરેલી સંસ્કૃતિ પોતાના જ સંત-સુપુત્રોને ભૂલી તો નથી રહી? આવી આશંકાથી તેમને શ્રીમદ્ જેવા, એક નાનકડા વર્ગથી બહાર, વ્યાપક વિશાળ ગુજરાત જીવનમાં, કંઈક વિસ્મૃત કે ઉપેક્ષિત જણાયા
૧૫૪
રાજગાથા