________________
પ્રસ્તાવના अनन्य आत्मशरणप्रदा, सद्गुरु राज विदेह ।
पराभक्तिवश चरण में, धरं आत्मबलि एह ॥ પરમપિતા પ્રભુ મહાવીરના જ પ્રતિનિધિ એવા પરમપુરુષ પરમગુરુનું પ્રતિદર્શના પ્રવર્તમાન કાળે યથાયોગ્યપણે થઈ શકે ?
હા, એવા અનેક નામી-અનામી પારખુઓએ આ પરોક્ષ પરમપુરુષનું પ્રત્યક્ષપ્રતિદર્શન અને પરિદર્શન એમના જ સમા પ્રયોગવીરો બની કર્યું. જન્મ જન્માંતરોના આત્મદ્રષ્ટા પ્રયોગવીર સમગ્રજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રત્યક્ષપણે થોડા સમર્પિત સુભાગ્યશાળી પુરુષો પારખી શક્યા. તો તે જ રીતે, શ્રીમદ્જીના જીવન કાળ પછીના ધન્યભાગી એવા અનેક પ્રયોગવીરો પરોક્ષપણે પણ કરી શક્યા છે તેમનું અંતર્દર્શન.
અંતર્દર્શન ?.. અવશ્ય બહિર્દર્શનનું અંતર્દર્શન. સમ્યક્રપણે, સમગ્રપણે અંતર્દર્શન. બાહ્યાંતર સારુંયે અંતરિત્ર-બાહ્યચરિત્રદર્શનઃ જ્ઞાનાવતાર-ધ્યાનાવતાર પરમપુરુષ પ્રભુ સદ્ગુરુ “રાજ'ને, દેહ છતાં વિદેહી “રાજ'ને, આ પરવર્તીકાળના પ્રયોગવીરો, તેમના અંતર-પ્રદેશમાં પ્રવેશીને કરી શક્યા છે–પોતાનું સર્વસ્વ' સમર્પણ કરીને “પરાભક્તિ' દ્વારા !
આવા પરાભક્તિપૂર્ણ, શ્રીમ-સમર્પિત ઘણા બધા પ્રયોગવીર પવિત્ર પુરુષોનો પ્રત્યક્ષ પરિચય આ પંક્તિલેખક અધ્યાત્માને મહાભાગ્યે થયો.એ પરમોપકારક પરમગુરુઓએ પરમ અનુગ્રહ કરીને, પરોક્ષ એવા, કદાચ પૂર્વજન્મ કયાંક દર્શન કરેલા એવા, પરમપુરુષ પ્રભુ “રાજ'ને જાણે પ્રત્યક્ષ કરાવી પ્રતિષ્ઠિત કરી દીધા અંતધ્યનની સૃષ્ટિમાં ! કેવી કૃપા !!
આવા પરમોપકારક પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રયોગવીર પવિત્ર પુરુષો પરમ ધન્ય હતા કે જેઓ પરમગુરુ પરમકૃપાળુદેવ શ્રીમદ્જીનું બાહ્યાંતર બંને રૂપે સમ્યક્ દર્શન કરી શક્યા. દર્શન જ નહીં, તેમના શ્રીચરણે સર્વસ્વ સમર્પણ પણ કરી ચૂક્યા, પરંતુ આમ શી રીતે બની શકે ? પરમ પુરુષ પ્રભુ પરમગુરુનું પારખું અને ઓળખાણ થાય ત્યારે જ ને ! આ ઉતરતા કાળમાં તેમને એવું દુર્લભ અને વિકટ ઓળખાણ થયું. બહારથી કર્મકૃત વિચિત્ર ઉદયમાં પ્રવર્તતા છતાં અંતરદશામાં ઊર્ધ્વ ગુણસ્થાને વિરાજતા, પરમકૃપાળુદેવમાં વિરાજતા, પરમજ્ઞાનીને તેઓ ઓળખી-પારખી-પચાવી