SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ “સહજાત્મ સ્વરૂપ પરમગુરુની સમૂહ ધૂનને જ તેઓ તરણોપાય ઠેરાવતા, એ ધૂનને અંતરમાં રટતા ભારે હૈયે તેઓ ગાંધીજયંતીની એ સવારે હેપીથી મુંબઈ જવા રવાના થયા એક સંબંધીજનની મોટરમાં. બેલગામ પાસે સાંજે મોટર અકસ્માત થયો. તેમાં ઘાયલ થવા છતાં, દૂરસ્થ હેપી ગુફાસ્થિત બીમાર ગુરુદેવના અનુગ્રહ-આશીર્વાદથી અને અંતરે ચાલી રહેલા પેલા મંત્રજાપથી સમાધિપૂર્વક બેલગામ હોસ્પિટલમાં દેહાવસાન પામ્યાં. અકસ્માતની આવી સ્થિતિ વચ્ચે પણ ગુરુકૃપા કેવી કે તેઓ શાંતસમતા જાળવી શક્યા અને જતાં જતાં ડૉક્ટરોને સભાનપણે, જાણે હસતાં હસતાં કહેતા ગયા કે, “I am going up, Good Bye !” આ બાજુ હંપી આશ્રમ પર એ જ બીજી ઓક્ટોબરની રાતના સમયે સતત સમૂહમંત્ર ગાન ધૂનમાં લીન રહેલા મુજ પર, તાલ દેતાં દેતાં હાથ લોહીલોહાણ થઈ ગયાનો સંકેત થયેલો, જે બીજા દિવસે બેંગલોર પહોંચતા અસહ્ય, અપ્રત્યાશિત વજાઘાતરૂપે માથે આવી પડ્યો ! પરંતુ નિયતિનો અણધાર્યો પ્રહાર અહીં થંભનારો ન હતો. હજી બીજા મહાવજપાતનો પ્રહાર બાકી હતો. અને ત્યારબાદ બરાબર એક મહીને બીજી નવેમ્બર, ૧૯૭૦ની રાત્રે એ આવી ઊભો. ગુરુદેવ સહજાનંદઘનજીએ પણ, હજી આગલા દિવસના નૂતનવર્ષના પ્રભાતે સર્વ આશ્રમજનોને ઉપરની નિઃસંગ ગુફામાં ધ્યાન કરાવવાનો આ અલ્પાત્માને આદેશ આપ્યા બાદ, બીજની રાતે અપૂર્વ સમાધિદશામાં આત્મસ્થ રહીને, દેહથી વિદેહનું મહાપ્રયાણ કરી દીધું છે આ બબ્બે વજાઘાતોના પ્રહારોથી અનેક પ્રકારની પારિવારિક, વ્યાવસાયિક અને આશ્રમ-સંસ્થાકીય આપદાઓ, અગ્નિપરીક્ષાઓ, પ્રતિકૂળતાઓ અને અણધાર્યા પડકારો આવી ઊભા. આ સર્વની વચ્ચે મારા બે આધારો હતા – દૂર ગુજરાતમાં રહેલા પૂજ્ય પંડિતજી અને નિકટ હેપી સ્થિત આત્મજ્ઞા પૂજ્ય માતાજી. “પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓ માનજો !” કહેનારી ગુરુદેવ-વાણી પણ ભૂતકાળની સ્મૃતિઓના અંદરના ભંડારમાંથી સંભળાઈ રહી હતી. વિપદાઓની વચ્ચેથી પણ અદીઠ ગુરુકૃપાના બળે મારું નવું નિર્માણકાર્ય ચાલ્યું. વીતરાગ-વાણી વિશ્વભરમાં ભરી દેવાની ગુરુ-આજ્ઞાનું પ્રથમ ચરણ તેમની જ કૃપાથી મંડાયું – શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૯૭૪ના સર્વપ્રથમ સુડિયો રેકર્ડીંગલોંગ પ્લે રેકોર્ડથી. શ્રી ભક્તામર સ્તોત્ર, પરમગુરુ પદ, રાજપદ, મહાવીર દર્શન, શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર આદિના રેકર્ડીગોથી એ શૃંખલા આગળ ચાલી. શ્રીમદ્ રાજચંદ્રજીના શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અભિનવ સ્વરૂપ સપ્તભાષી આત્મસિદ્ધિઃ ૨૦૯
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy