________________
શીર્ષક લખે છે અને પછી આ ધ્યાનનું થોડા શા ટંકશાળી સુવર્ણવચનોમાં રહસ્ય પ્રકાશે છે :
ભગવને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી માટે અમે સનાતન ધર્મરૂપ પરમ સત્ય તેનું નિરંતર ધ્યાન કરીએ છીએ, જે સત્યનું ધ્યાન કરે છે, તે સત્ય હોય છે.”
પરમ સુપાત્ર પ્રાતઃવંદનીય શ્રી સૌભાગ્યભાઈને સૂચવેલા અહંશૂન્ય સમર્પણનો ધ્યાનસાધનનો સ્વાનુભવભર્યો રાજમાર્ગ આપણ સૌને પણ જો પ્રામાણિક સાધનાર્થીઆત્માર્થી હોઈએ તો લાગુ પડે છે. અને આ કાળમાં એ જ સહજ સરળ આચરણીય ઉપાસ્ય, ઉપાદેય છે. અન્યથા સાધનામાર્ગ-ધ્યાનમાર્ગના આ કલિકાળના અનેક આકર્ષણો આપણો વિવેક ભુલાવી શકે, વંચક બની જઈ શકે. આથી આ કાળના કલ્પવૃક્ષવત્ શ્રીમજી સમા શુદ્ધાત્માના જિનસંદેશ મહાધ્યાનીનું અવલંબન આપણા માટે હિતકારક-ઉપકારક-પથપ્રદર્શક બની શકે. તેમના સૂચિત સર્વસ્વ સમર્પણપૂર્વક, સ્વચ્છંદમત-મતિકલ્પના છોડી, સપુરુષનાં ચરણકમળોની વિનયોપાસનામાં ચિત્તને જોડી, તેમની શુદ્ધાત્મધ્યાનદશા-જિન સદેશ ધ્યાનદશાને ઉલ્લાસપૂર્વક સમજી-હૃદયે સ્થાપીને, તેમની જ આંગળી પકડીને ભક્તિયુક્ત સત્સંગ-જ્ઞાનસમજણયુક્ત ધ્યાન- સાધનાના ત્રિવિધ સમગ્રતાભર્યા માર્ગે આગળ વધવું આપણા માટે ઉપાદેય છે. એવા વિશુદ્ધ આત્મવૈભવ સંપન શુદ્ધાત્માનું અવલંબન જ આ કાળનો રાજમાર્ગ છે. અન્યથા પરમકૃપાળુ લાલબત્તી ધરે છે, “સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે.”
સર્વથા વિશુદ્ધ આત્મવૈભવ સંપન્ન ધ્યાનાત્મા પરમગુરુ પરમકૃપાળુદેવના આવા અવલંબન લેવાની મહત્તા વિષે અને ભક્તિજ્ઞાન-ધ્યાન સમગ્રતાભરી ત્રિવિધ સાધનાની ઉપયોગિતા-ઉપાદેયતા વિષે આ પંક્તિ લેખક અલ્પાત્માનો અંતર સાધના માર્ગ વર્ષો પૂર્વ સ્પષ્ટ, પ્રશસ્ત અને સુદઢ કર્યો-શ્રીમદ્જીને “અનન્ય આત્મશરણપ્રદાતા' સદ્ગુરુ માની જીવન સમર્પિત કરેલા યો.યુ.શ્રી સહજાનંદજી-ભદ્રમુનિજીએ. ભક્તિ-જ્ઞાન-યોગના પરમકૃપાળુ-નિર્દિષ્ટ આ ત્રિવિધ સમગ્રતાના સાધનાપંથે આજીવન સંચરેલા આ ઉપકારક પ્રત્યક્ષ પુરુષે ત્યારે વિશદતાથી લખ્યું હતું:
“આપના હૃદયમંદિરમાં જો પરમ કૃપાળુદેવની (શ્રીમદ્ રાજચંદ્રજીની) પ્રશમરસ નિમગ્ન અમૃતમયી મુદ્રા પ્રગટ થઈ હોય, તો તેને ત્યાં જ સ્થાયી સ્થિર કરવી ઘટે છે. શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન
૪૩