________________
જિનસંદેશ ધ્યાનની વિદેહી આત્મધ્યાનદશાઃ નિજસ્વભાવના, ભાન સહિત, અવધૂતવત, વિદેહીવતું, જિનકલ્પવત્ વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ.” (હાથનોંધ ૩-૧૪, આ.રા. ૭૧૪)
એકમાત્ર પ્રાપ્તવ્ય-મંતવ્ય સ્થાન-જિનસંદેશધ્યાનઃ “અકિંચનપણાથી વિચરતા એકાંત મૌનથી જિનસંદેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ?” (હાથનોંધ ૧-૮૭) “રાગદ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.” (હાથનોંધ ર-૧, આ.રા. ૭૧૩)
શુદ્ધચેતન્યધ્યાની પાવન પુરુષોને પ્રણિપાત ઃ “શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાન સ્વરૂપ શક્તિરૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે, તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર”
(હાથનોંધ ૨-૩, આ.રા. ૭૧૩) આવા મહપુરુષોને પંથે વિચરેલા, જિનસંદેશ શુદ્ધાત્મધ્યાની, શુદ્ધચૈતન્યમૂર્તિ, શ્રીમદ્જીના વિશુદ્ધશુક્લધ્યાનાત્માને આપણા પણ અનેકશઃ નમસ્કાર ! કળિકાળમાં ધ્યાન-સાધનનો રાજમાર્ગ : શુદ્ધાત્માના મહાધ્યાનીનું અવલંબન
શુદ્ધ, નિરંજન, અલખ, અગોચર, અજ, અજરામર, સહજાનંદી ત્રિશલાનંદ જિનેશ્વર મહાવીરને પોતાના અંતર્લોકના ધ્યાનભુવનમાં (અં. ૩૧૧) ધ્યાવન કરતા શુદ્ધાત્મા મહાધ્યાની શ્રીમદ્જી “આતમધ્યાન કરે જો કોઉ, સો ફિર ઈસમે નાવે (અં. ૩૧૪) કહેતાં, આત્મધ્યાન કરતાં કરતાં જિનસદેશ્ય દશા સાધતાં, ‘ધ્યાનને ! ભવતો વિના ક્ષોન.' વાળી કલ્યાણ મંદિર સ્તોત્ર કથિત જિન પરમાત્મદશા પામવા જાણે જઈ રહ્યાં છે. તેથી જ ભ્રમર ઈલિકા ન્યાયે ઉદઘોષી રહ્યાં છે કે -
‘જિન થઈ જિનવરને આરાધે, તે સહી જિનવર હોવેરે” (અં. ૩૧૪) અહીં જિનવરનું આરાધવું ધ્યાન ધરવું એ તેમને મન સચ્ચિદાનંદમય શુદ્ધ ચૈતન્ય, પરમ સત્યનું આરાધવું છે -
“સત્ય પર થોપદિ “(એવું ) પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.” આમ તેઓ એક નહીં બબ્બેવાર તેમના કૃપાપાત્ર સુભાગી મહાભાગી ધન્યાત્મા સૌભાગ્યભાઈ પરના પત્રોમાં (કા.શુ. ૧૩ સ. ૧૯૪૮ - પત્રાંકઃ ૩૦૨ અને મા.સુ. ર સંવત ૧૯૪૮ પત્રાંક ૩૦૭)
રાજગાથા