________________
તો સર્વ સિધ્ધિ સાંપડશે ! મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે નૃત્યની સિદ્ધિ થઈ ઐનાંતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્ય મંડળનું લક્ષ્ય આવો; અને મમત્વ જાઓ !”
(શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : શિક્ષાપાઠ ૯૯ : પૃ. ૧૨૭-૧૨૮) ‘મોક્ષમાળા’ના નિર્માણકાળ ૧૬-૧૭મા વર્ષની યુવાવયે પ્રગટેલા શ્રીમદ્ભુનાં અદ્ભુત આર્ષદર્શનની આ કેવી ભવ્ય ભાવનાઓ છે ! તેમના અંતિમ વર્ષોમાં તો એ પૂર્ણ વિકસી છે.
આ ભણી અહીં તેમણે સૂચવેલા “સદાચરણી શ્રીમંતો અને ધીમંતો” બન્નેનું ધ્યાન જશે ? કોઈ નિષ્પક્ષ તત્ત્વાભિનિવેશી આચાર્યો અને આતમજ્ઞાની શ્રમણ કહાવે'ના આનંદઘનજી પરિભાષિત મુનિવર્યોનું ધ્યાન આકૃષ્ટ થશે ? ઐક્યકામી વિશાળ જૈન સંઘ સમાજમાં એવા ગુપ્તરો સમ પરંપરાગ્રહમુક્ત મહત્વપુરુષો છે જ, જે પરમ વંદનીય છે.
શ્રીમદ્ઘના પ્રત્યક્ષ સમાગમી મુનિઓ પણ તેમને કેવાં સમર્પિત અને પરવર્તીકાલીન પણ કેવા ! જોમ્ ? થી ‘સોમ્’ સુધી પહોંચાડી ‘અર્હમ્’ પદ દર્શાવી ‘સર્વ જીવ છે સિધ્ધસમ' આ આત્મસિધ્ધિ કરાવનારા સ્વયં પણ કેવા !!
શબ્દો ઓછા પડે છે અને અહોભાવના ભક્તિગાન સરી પડે છે સ્વયં સંબુધ્ધ શ્રીમદ્ભુની વર્તમાન જિનમાર્ગ-પ્રભાવનાની અનુમોદના, અભિવંદનામાં :“ધર્મઢોંગને દૂર હટાવી, આત્મધર્મની જ્યોત જગાવી,
કર્યું ચેતન-જડ ન્યારું હો, કૃપાળુદેવ ! સફળ થયું ભવ મારું હો, કૃપાળુદેવ ! “અહો ! જ્ઞાનાવતાર કળિકાળના હો રાજ !
૨૨
તરી બેઠા નિશ્ચિંત મહારાજ રે, ભવના સમુદ્રને કાંઠડે... જિનમાર્ગ બતાવી જંબુ-ભરતમાં હો રાજ, લહ્યો મહાવિદેહ જિન-સાજ રે, ભવના સમુદ્રને કાંઠડે... “અહો ! જ્ઞાનાવતાર ગુરુરાજના હો લાલ,
સૌ કેડ કસી સજ્જ થાવ રે, આત્મસ્વરૂપ આરાધવા... આ કાળે કાંટાળા માર્ગને હો લાલ, કર્યું સ્વચ્છ કૃપાળુ રાવ રે, આત્મસ્વરૂપ આરાધવા...
– યો.યુ.શ્રી સહજાનંદઘનજી (ભદ્રમુનિ) (‘સહજાનંદ સુધા' પૃ. ૫૪-૫૬)
॥ ૐ શાન્તિઃ ॥
રાજગાથા