________________
સ્ત્રી ઃ એ દૃષ્ટિએ વિચારીએ તો ગાંધીજીને આટલી હદ સુધી પ્રભાવિત કરનાર અને તેમને બૅરિસ્ટર ગાંધી'માંથી “મહાત્મા ગાંધી' બનાવનાર શ્રીમદ્ રાજચંદ્રજી તો આજના, સંપૂર્ણ વર્તમાન યુગને પ્રભાવિત કરનાર યુગ પુરુષ' જ કહેવાય. તો આવા મહાપુરુષના પોતાના જીવનની પણ થોડી રોમાંચક ઘટનાઓ હશે જ ને..
પુરુષ : થોડી ઘટનાઓ જ નહીં, માત્ર તેત્રીસ વર્ષનું એમનું આખું જીવન જ રોમહર્ષક તેમજ પ્રેરક છે. આવો, એમના જીવનના આવા પ્રસંગો જોઈએ. સાંભળો થોડાક :
પુરુષ : જન્મ - આજથી ૧૫૦ વર્ષ પૂર્વે - ૯મી નવેમ્બર, ૧૮૬૭ અને વિ.સં. ૧૯૨૪ની કાર્તિક પૂર્ણિમા.
સ્ત્રી કાર્તિક પૂર્ણિમા! મહાન જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી તેમજ શીખ ધર્મના સંસ્થાપક સ્વનામધન્ય ગુરુ નાનકદેવની પણ એ જ જન્મતિથિ..
પુરુષઃ આ પાવન દિવસે, અનેક પૂર્વજન્મોમાં પોતાની આત્મસાધનાની સિદ્ધિ કરીને જન્મેલા, આજન્મ કુલયોગી, અપ્રમત્ત જ્ઞાનાત્મા, નિષ્કારણ કરૂણાશીલ, સાક્ષાત્ સરસ્વતી' આત્મજ્ઞ યુગપુરુષનો જન્મ થયો.... સૌરાષ્ટ્રના વવાણિયા નામક ગામમાં..
(વાદ્ય સંગીત - સૂરમંડલ) સ્ત્રી ઃ પુત્રનાં લક્ષણ પારણાંમાંથી. આ બાળકનાં અલૌકિક ગુણ બાળપણથી જ દૃષ્ટિગોચર થવા લાગ્યાં. સાત વર્ષની ઉંમરે જ એક અદ્ભુત ઘટના બની... આ યુગની એક અદ્ભુત ઘટના... !
પુરુષ : વવાણિયા ગામમાં બાળક રાયચંદના પરમ હિતૈષી, શરીરથી સ્વસ્થ, હુષ્ટપુષ્ટ એક યુવક હતા. નામ હતું અમીચંદ. બાળક રાયચંદ પ્રત્યે એમના હૃદયમાં ખૂબ પ્રેમ હતો. કર્મગતિ ન્યારી છે. એક દિવસ અચાનક...
સ્ત્રી : અચાનક અમીચંદને એક ભયંકર સાપ કરડ્યો. (પાર્શ્વધ્વનિ) પુરુષ : અને આ સર્પદંશથી અમીચંદનું અકાળ અવસાન થયું. અમીચંદ મરી ગયા. (સાત વર્ષના બાળક રાયચંદ અને પંચાણ દાદાનો પ્રવેશ)
બાળક : (બાલ સ્વરમાં પ્રત્યાઘાતપૂર્ણ આશ્ચય) “મરી ગયા.? અમીચંદજી મરી ગયા ?”
સ્ત્રીઃ “મરી જવું' શબ્દ સાત વર્ષના બાળક રાયચંદે, પહેલી વાર જ સાંભળ્યો. એના અંતરમાં એક જાતનો ખળભળાટ મચી ગયો. એ વિચારમાં પડી ગયો. દોડતો દોડતો બાળક આવ્યો એના દાદા પંચાણભાઈ પાસે. પૂછવા લાગ્યો -
૧૦૪
રાજગાથા