SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવપ્રમાણથી એ મહાવિદેહીનું મહાવિદેહે ગમન સિદ્ધ થયું. ગંભીરતાથી વિચારતાં ઉક્ત આગમપ્રમાણ બુદ્ધિગમ્ય થઈ શકે છે. મહાવિદેહે એ મહાવિદેહીએ માનવદેહ ધારણ કર્યા પછી પૂર્વ સંસ્કાર બળે બાળવયે દ્રવ્ય-ભાવ નિગ્રંથ બનીને પ્રભુ કૃપાએ એઓ સાતિશય અપ્રમત્તધારાની સાધનાને વિકસાવવા મંડી પડ્યા. થોડા જ વર્ષો પછી તેને પાર કરી અપૂર્વકરણે ક્ષાયકશ્રેણિએ આરોહણપૂર્વક ઘાતકર્મ મળનો સર્વથા ક્ષય કરીને એવંભૂતનયે અરિહંત-પદે આરૂઢ થઈ શ્રી સીમંધર પ્રભુની કેવળી પાર્ષદામાં એ પરમ કૃપાળ વર્તમાને બિરાજી રહ્યાં છે. આ આત્માને એ પરમ કૃપાળુની અસીમ કૃપાનો ઘણીવાર અનુભવ થાય છે. અધિક શું લખું? માટે જ સાક્ષાતુ પરમાત્મપણે આ દેહધારી એમની ઉપાસના કરી-કરાવી રહ્યો છે શંકા – તમને જો મહાવિદેહ અને શ્રી સીમંધર તીર્થકર દેવના સમવસરણની પ્રતીતિ છે, તો તીર્થંકરદેવોની શાશ્વત ક્રમે ચાલતી આરાધના પદ્ધતિને છોડી એક સામાન્ય કેવલીની આરાધનાનો પ્રચાર શા માટે કરો છો? શું એ તીર્થકરોની મહાનું અશાતતા નથી ? સમાધાન – જેમ મહાવિદેહના ઈશ્વરનામના તીર્થંકરદેવના પ્રત્યુત્તરથી પ્રેરાઈને બે ચારણ લબ્ધિધારી મુનિઓ આકાશગમન વડે ભરતમાંના તત્કાલીન કર્તાપુત્ર કેવલી કે જેઓ કેવળજ્ઞાની છતાં માતા-પિતાના અનુગ્રહ અર્થે ઘરમાં રહ્યા હતા. જેમની સમીપ આવ્યા અને તેમને જોઈને કેવળી ભગવંતે પ્રથમ દેશના પ્રકાથી તે સાંભળતેસાંભળતે તે બંને મુનિઓ કેવળજ્ઞાન પામ્યા, તેમ જેનું જેમના નિમિત્તે જ્ઞાનીની દૃષ્ટિએ તરવું નિયત હોય તે તેમના જ આશ્રયે તરે, એવો સિદ્ધાંત કરે છે. આ ન્યાયથી તથા ભવ્યતાને લીધે આ ક્ષેત્રે વર્તમાન શ્રીમદ્ભા નિમિત્તે જ ઘણા ભવ્યો સમકિત પામવાના હોઈ શ્રી સીમંધરપ્રભુની જ તથા પ્રકારની કથંચિત્ પ્રેરણા પામીને આ દેહધારી ઉક્ત આરાધના પ્રચારને કરી-કરાવી રહ્યો છે. માટે એ તીર્થકરોની આશાતના નહિ પણ આજ્ઞાની આરાધના છે.. શંકા – પરમ પૂજ્ય પ્રભુશ્રી લઘુરાજ સ્વામી તો પોતાના પ્રતિબોધેલા અનુયાયી વર્ગને એવી પ્રતિજ્ઞા કરાવી ગયા છે કે “જેમ સતિનો પતિ એક, તેમજ આપણા સૌના ગુરુ એક પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જ; બીજાને ગુરુ નહિ માનવા.” જ્યારે તમે તો એમને ગુરુને બદલે ભગવાન મનાવો છો, તો તમને એવું તે કયું જ્ઞાન થયું છે, કે જેના બળે આ નવી પ્રરૂપણા કરો છો ? ઉપાસ્યપદે ઉપાદેયતા : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ હમ્પી - વલ્પ પરિચય ૧૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy