________________
(૪) ચંદેરી પાસે ૧ માઈલ દૂર અંદારજી-ગુફામંદિરો સમીપ ચંદેરીના દિ. જેનો તરફથી. ૭. મૈસુર સ્ટેટ – બેલગાંવ જિલાના ગોકાક કસ્બા પાસેની જૈન ગુફાઓમાં ત્યાંના દિગ્ધ. જેનો તરફથી. ૮૯. બીકાનેર સ્ટેટ – (૧) બીકાનેરથી ૩ માઈલ દૂર શિવવાડી પાસે સાક્ષરવર્ય પુરાતત્વાચાર્ય શ્રી અગરચંદજી નાહટાના મોટાભાઈ શ્રી શુભરાજજી નાહટા તરફથી. (૨) બીકાનેરથી ૫ માઈલ દક્ષિણે ઉદરામસરના ધોરાઓમાં અઢી લાખના લાગતથી તૈયાર કરેલા પોતાના આશ્રમને તેના માલિક સુપ્રસિદ્ધ વૈદ્યરાજ સંન્યાસી બાબા આસોપાએ સાદર ભેટ આપવું. ૧૦/૧૨. ઉત્તરપ્રદેશ – (૧) દેહરાદૂન - મસુરીની વચ્ચે રાજપુરના ઉપવનમાં દહેરાદૂન નિવાસી લાલા કૃષ્ણચંદ્રજી જૈન રઈશ તરફથી. (૨) મસુરીની શિખર માળાઓમાં મસુરીથી વા માઈલ નીચે જડીયાની ગામ પાસે પૂ. ક્ષુલ્લક શ્રી છોટેવર્ગીજી મહારાજની સહિઆરીએ દેહરાદૂન નિવાસી લાલા દીપચંદજી જૈન આદિ તરફથી. (૩) દહેરાદૂનથી ૫ માઈલ પૂર્વે સુપ્રસિદ્ધ ઐતિહાસિક સમરભૂમિ નાલાપાની શિખરે આવેલા સંન્યાસી આશ્રમની તેર વીઘા જમીનનું દાન ત્યાંના મહંત તરફથી, અને આશ્રમ નિર્માણ દહેરાદૂનના દિ. જેનો તરફથી. ૧૩. હિમાચલ પ્રદેશ – ઋષિકેશ-બદ્રીનાથની સડકે કર્ણપ્રયાગ અને રુદ્રપ્રયાગની વચ્ચે સુનબા ગામ સમીપ ગંગા તટે આવેલા પૂર્વ શિખર ઉપર બીકાનેર નરેશ ગંગાસિંઘના મિત્ર, અવેતનિક રાજ્યમાન ખજાનચી શ્રી પ્રેમચંદજી સા'બ તથા શ્રી શુભરાજજી આદિ તરફથી આષ્ટાપદ તીર્થની તલેટી રૂપે તીર્થસ્થાપના અને આશ્રમ
સ્થાપના. ૧૪. બિહાર પ્રાન્ત – સિદ્ધક્ષેત્ર તીર્થરાજ શ્રી સમેતશિખરની તલેટી મધુવનમાં પૂ. ક્ષુલ્લક શ્રી છોટેવર્ણજીની સહિઆરીએ ઉત્તરપ્રદેશના દિ. જેનો તરફથી. ૧૫. સૌરાષ્ટ્ર- સિદ્ધક્ષેત્ર શ્રી ગિરનારના સહસ્ત્રાપ્રવનમાં બીકાનેરના શ્રી શુભરાજજી નાહટા તરફથી. ૧૬. ઓરીસા - ભુવનેશ્વરથી ૭ માઈલ પશ્ચિમે ખંડગિરિ ગુફાઓમાં કલકત્તા નિવાસી શ્રી સાહુજી તથા અન્ય ભક્તમંડળ તરફથી. ૧૭. કચ્છ સ્ટેટ – રાયધણજર ગામની પહાડી ગુફાઓમાં ત્યાંના શ્રી જૈન સંઘ તરફથી.
૧૦૨
રાજગાથા