SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણો પ્રોપેગેંડા કર્યો. મૈસુર રાજ્ય, મદ્રાસ રાજ્ય અને આંધ્રપ્રદેશમાંથી લોકોના ટોળેટોળાં આ આશ્રમની મુલાકાતે ઉભરાવા લાગ્યાં. ગુપ્તચર અને સંરક્ષક પોલીસ ખાતાના વડાઓ યાવત્ મિનિસ્ટરો પર્વતની આ આશ્રમમાં વિના આમંત્રણે પધરામણી થતી ગઈ. પણ આશ્ચર્ય ! પરમકૃપાળુની કૃપાથી કોઈએ ન તો ઉપાલશ્મનો એક શબ્દ ઉચ્ચાર્યો અને ન અપ્રીતિ દર્શાવી. ઉલ્ટાનું તેમાંના સત્તાધીશોએ પ્રભાવિત થઈને આ રત્નકૂટ ઉપર જે સરકારી ભૂમિ હતી તે આશ્રમને સાદર ભેટ કરી. એ ભેટમાં મુખ્ય ફાળો મૈસુર રાજ્યના તે વખતના ગૃહપ્રધાન આર. એમ. પાટીલનો છે. તેઓ ત્યારથી પ્રતિવર્ષ આ આશ્રમની મુલાકાતે આવ્યા કરે છે. હમણાં તેઓએ જલસુવિધા માટે સરકાર તરફથી નળયોજના પણ મંજુર કરી છે. વિરોધીઓના હાથ હેઠા પડ્યા, તેથી ગભરાઈને તે બાપડા સોનારાનું હૃદય અચાનક બંધ પડી ગયું અને વિરોધી મંડળી વિખરાઈ ગયું. તે સોનારાના મોટા ભાઈ જયવન્તરાજ પરમ કૃપાળુદેવના અનુરાગી થયા અને પ્રાયઃ પ્રતિ રવિવાર તથા પૂર્ણિમાએ તેમજ પર્યુષણ આદિ પર્વોમાં સપરિવાર સત્સંગ ભક્તિનો લાભ લેતા રહે છે. આ એક પરીક્ષામાંથી પસાર થતા હતા, તે દરમ્યાન બીજા કેટલાક પરીક્ષકો કમર કસવા લાગ્યા. તેમાંના મુખ્ય પરીક્ષક નીવડ્યા, હુબલી નિવાસી ઘેવરચંદ કે જે પોતાને કૃપાળુદેવનાં મુખ્ય વારસદાર અને આત્મજ્ઞાની માને છે. તેણે આ દેહધારીને પોતાનો આજ્ઞાંકિત બનાવવા અને આ આશ્રમના સર્વેસર્વા બનવા પ્રયત્નો આદર્યા. પ્રથમ કપટભાવથી બાહ્યભક્તિ દેખાડીને પોતાની છાપ બેસાડવાનો અભિનય કર્યો અને ધીરે-ધીરે પોત પ્રકાશવા માંડ્યું. પોતાનું મનમાનતું ન થવાથી આખરે પરમ કૃપાળુના જયન્તી અવસરે નવ-નવા જોડાયેલા ૨૫૦/૩૦૦ મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં પોતાના ૧૫/૨૦ અનુયાયીઓને કુંભોજ તીર્થે જવાનું બહાનું બતાવી અહીં તેડી લાવીને ધાંધલ મચાવ્યું. ટ્રસ્ટીઓએ ઠરાવ પાસ કરીને એનો બહિષ્કાર કર્યો. તેરાપંથી અને બાવીસ સમુદાયના આગેવાન શ્રાવકોની પણ સહસા અહીં હાજરી હતી. તેઓએ પણ એને ખૂબ સમજાવ્યો છતાં એ એકનો બે ન જ થયો. ચીટકીને બેઠો રહ્યો. ઉશ્કેરાયેલા કેટલાક સભ્યોએ એને મેથીપાક ચખાડવાની તૈયારી કરી, તેઓને સમજાવી રોકીને આ દેહધારીએ એ નિંદક મિત્રને રક્ષણ આપ્યું, અન્યથા મહાભારતનું કુરુક્ષેત્ર બની જાત. ૧૦૬ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy