________________
આત્મદીપ પ્રજવાળીને ! આ અલખ અવધૂત યોગીને સદેહે નહીં, વિદેહે જ મળીઓળખીને અવધૂત સંત-કવિ શ્રી મકરંદ દવેએ તેમના આ આશ્રમ માટે ઠીક જ લખ્યું છે કે, “ભારતમાં આજે અધ્યાત્મનો, સાચા અધ્યાત્મનો દુષ્કાળ દેખાય છે ત્યારે હંપીના ખંડેરોમાં મને નવો પ્રકાશ દેખાઈ રહ્યો છે.”
11 30 44: 11
૧૩૪
જય જય તીર્થક્ષેત્ર હંપી
તીર્થંકર પ્રભુ મુનિસુવ્રતથી, ધન્ય થયેલ આ ધરતી, ‘સદ્બહ્યા'ના સ્તોત્ર મહીં છે, ગાથા મંગલ કરતી, જય જય તીર્થક્ષેત્ર હપી... જ્યાં પદ ધરવા દેવ-મુનિગણ,સદા રહેતાં ઝંખી જ્યાં ધૂન રટતાં, કલરવ કરતાં, ભક્તમેળાનાં પંખી ! જય જય તીર્થક્ષેત્ર હંપી... આત્મશુદ્ધિ ને આત્મસિદ્ધિની, લાગી જેને લગની, એવા સાધક જાગૃત નરને,રહી સદાય નિમંત્રી, જય જય તીર્થક્ષેત્ર હંપી...
સાધક-સાથી, સંત-સાધ્વી, ધૂન મચાવે સંપી, “સહજાત્મ સ્વરૂપ” શ્રી પરમગુરુના નામમંત્રમાં જંપી, જય જય તીર્થક્ષેત્ર હંપી... નીચે તીર્થસલિલા વહેતી, તુંગભદ્રા સંસરતી “જ્ઞાન, યોગ ને ભક્તિ" ત્રિવેણી, ઉપર રહી છે વહેતી, જય જય તીર્થક્ષેત્ર હંપી...
સદ્ગુરુ ઉપકારી સહજાનંદઘનની
ભરી સદા જ્યાં મસ્તી,
જય જય તીર્થક્ષેત્ર હપી...
“દિવ્યદર્શી”
રાજગાથા