SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આ સંદર્ભમાં મહાપ્રભુ, મહામાનવ, મહાજ્ઞાની મહાવીર - સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુ મહાવીરના અખંડ, અભંગ, અકથ્ય, અનુપમેય જ્ઞાનના અને તે જ્ઞાનના સંપ્રેષણની પ્રક્રિયા સમા મહાકોશ ગણધરવાદ' ને “કાલ્પનિક” ગણાવવા-સિદ્ધ કરવા જતા વર્તમાનના સુદીર્ઘ આત્માનુભવ વિહીન તથાકથિત લેખકો-સંશોધકો-ચિંતકો પોતાની ' મતિકલ્પનાથી ઉપર્યુક્ત “કલ્પના લોકોમાં “મરમના મલકમાં પહોંચવા અને પાઠકોને પથભ્રાન્ત કરવા મથી રહ્યાં છે તેઓ લાલબત્તી માગે છે. શ્રીમદ્જી જેવા આત્મજ્ઞ યુગદેષ્ટાઓ જાણે તેમને કહે છે – “થોભો ! પ્રથમ * આત્માનુભવના મૌનના મહાલોકમાં પહોંચો, ત્યાં મોંની મહાવીરવત્ સાડાબાર વર્ષ જ નહીં, સાડા બાર જન્મો વીતાવો, સ્વયંને સ્વયં પામો, કલ્પનાલોકથી અનંત ગુણા પાર રહેલા એ આત્મલોકનો અનુભવ પામ્યા પછી અન્યોને એની અભિવ્યક્તિ કરો....! એટલું સહેલું કે સતું નથી એ બે-પાંચ ગ્રંથો વાંચી, બે-પાંચ સંતો પાસે પહોંચી, બે-પાંચ સંદર્ભો એકત્ર કરીને ગણધરવાદના મહાજ્ઞાનને મૂલવવું કે પ્રમાણવું.” ૦ હેમચંદ્રાચાર્ય અને આનંદઘનજી સમા મહામાનવો વિરલા જ વાસ્તવમાં ગણધરવાદના જ્ઞાનીગમ્ય, ગુરુગમગમ્ય, આત્મસંનિષ્ઠ ગુરુગમગમ્ય મહાજ્ઞાનને વિરલા જ પામી શકે, શક્યા છે – મ. આનંદઘનજીનાં શબ્દોમાં – “માખન માખન વિરલા પાયા છાછે જગ ભરમાયા!” (ગગનમંડલ મેં : મહાયોગી આનંદઘન પદ્યરત્નાવલી) ગુરુગમ આધારે આ લખનાર અલ્પાત્મા છાતી ઠોકીને કહે છે કે એ મહાજ્ઞાનને વર્તમાનયુગમાં પ્રથમ પામ્યા છે – વર્તમાન મહાવિદેહ ક્ષેત્રે વિરાજતા મહાયોગી આનંદઘનજી અને એવી જ મહાવિદેહક્ષેત્રની કેવળી દશામાં વિરાજતા સીમંધર પ્રભુની પર્ષદામાં આસીન શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભુ મહાવીરથી સીમંધર પ્રભુ સુધીની તેમની જ્ઞાનયાત્રા અનન્ય છે. ગણધરવાદ પરના તેમના અધિકારની અને પ્રામાણ્યની લાંબી કહાણી છે. ઉપર્યુક્ત તથાકથિત સંશોધકને આ બંને અધિકારી પુરુષોનો જાણે પરિચય જ નથી ! એ હવે જોઈશું. ૦ શ્રીમજીની ભૂમિકા શ્રીમદ્જીએ, પ્રભુ મહાવીરના લઘુ શિષ્યરૂપે', પ્રભુના જ શ્રીમુખે આ ગણધરવાદને સમ્યફ એકાગ્રતાથી સાક્ષાત્ શ્રવણ કરીને, પોતાના આત્મલોકમાં સંઘર્યો છે, આત્મસાત્ કર્યો છે, કયૂટર કે ટેઈપ રેકર્ડર જેમ અંદર ઊતાર્યો છે. આત્માનુભવના લોકમાં શ્રવણ-ગ્રહણની આ કેવી ઘટના છે ! રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy