________________
અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું ય,
એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય....” પોતાને અધમાધમ, પતિતોમાં પણ પતિત સમજીને ભક્તિમાર્ગનાં સોપાન ચડતા કૃપાળુ દેવની આ પરમ ઉત્કૃષ્ટ રચના છે. સરળતમ શબ્દોમાં અનન્ય, ગહનતમ્ ભાવોનું નિર્વહન કરતી શ્રીમી આ ભક્તિરચના.. “સાદામાં સાદી અને ઉંચામાં ઉંચી પરમ ભક્તિ કૃતિ એવી અનુપમ છે કે સમસ્ત સંસ્કૃત, પ્રાકૃત કે ગુજરાતી વાડમયમાં શૈલીની સાદાઈમાં, ભાવની ઉચાઈમાં એની તુલનામાં આવી શકે એવી કોઈ કૃતિ જડવી દુર્લભ છે.' ભક્તિયોગના સામર્થ્યનું ઉચ્ચત્તર સોપાન :
શ્રીમદ્ભા ભક્તિયોગનું દર્શન કરાવતી, તેમના સર્જનરૂપી આકાશગંગાના ઉજ્જવલ નક્ષત્ર સમી, અન્ય એક કૃતિમાં અવસર ચૂકી ગયેલો આ ઉત્કૃષ્ટ આત્મા પૂછે છે :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?
ક્યારે થઈશું બ્રાહાન્તર નિગ્રંથ જો' સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને
વિચરશું ક્વ મહત્ પુરુષને પંથ જો...” - સર્વ સંગોના બંધનથી મુક્ત થઈ, બાહ્યભાવોમાં, પરભાવોમાં વિચરતી આત્મશક્તિને અંતર્મુખ બનાવી રત્નત્રયની પ્રાપ્તિ ક્યારે કરી શકીશું? સ્ત્રી-પુત્રાદિના સંબંધો અને રાગદ્વેષાદિ આંતરિક સંબંધોનું તીક્ષ્ણ બંધન છેદીને ક્યારે તીર્થકર ભગવંતના માર્ગનું અનુસરણ કરી શકીશું?
નિજસ્વરૂપમાં લીન થવાને ઝંખતા આ મુમુક્ષુ મહાન આત્મા પંચવિષયમાં રાગદ્વેષથી મુક્તિ ઈચ્છે છે :
પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય ક્ષેત્ર ને કાળભાવ પ્રતિબંધ વણ
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો.” ક્રોધ, માન, માયા બધા જ વિભાવોને પણ સાક્ષીભાવે જોતા રહેવું. કોઈ વંદે કે નિંદ, સહુ પ્રત્યે સમતાભાવ, રજકણ કે વૈમાનિક દેવની સિદ્ધિ બધાને પુદ્ગલ સમજવા.
૫૪
રાજગાથા