SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સરળ ભાષામાં બદ્ધ, દિવ્ય ગાન સમી આ રચનામાં પ.કૃ. દેવે એ પરમ પદ પ્રાપ્તિનો પોતાનો મનોરથ વર્ણવ્યો છે. જે પદની પ્રાપ્તિ તીર્થંકર ભગવંત કરી ચૂક્યા છે એ પદની મહત્તાનું ગાન, અને તીર્થંકર ભગવંતોના મહિમાનું વર્ણન તો ભક્તિસભર જ હોય ને ? મોક્ષપદની પ્રાપ્તિ એટલે બાહ્યાજ્યંતર નિગ્રંથદશાની પ્રાપ્તિ અર્થાત્ તીર્થંકર પદની પ્રાપ્તિ જેને માટે આત્મપુરુષાર્થની આવશ્યકતા છે. ૫.કૃ. દેવ એ ધ્યેય પ્રાપ્તિ માટે જે જે સોપાનો ચઢતા ગયા છે તે બધા અંતરના અનુભવોનું જ આ પદમાં ગાન છે. જાણે કે ભગવાન મહાવીરના માર્ગે એમના ડગલે ડગલું ભરતા હોય તેમ – ઘોર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી આવી શકે નહિ તે સ્થિરતાનો અંત જો.' ભગવાન મહાવીરે જે ઉપસર્ગ સહન કર્યા તેનું જ જાણે પુનરાવર્તન ન કરી રહ્યા હોય...! અને દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉધ્યાધીન પણ વીતર્લોભ જો...' શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.' આ અનંત સુખને આપનાર સિદ્ધિ પદ કેવું છે ? જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો' સ્વપુરુષાર્થ દ્વારા એ પરમ પદની પ્રાપ્તિનો મનોરથ તો કર્યો છે, પણ હજી એ માટેનો સમય પાક્યો નથી. છતાં પૂર્ણ વિશ્વાસ છે કે પ્રભુઆજ્ઞાએ એ સ્વરૂપને અમે પ્રાપ્ત કરીશું : ‘એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો; તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો...' આમ અપૂર્વ અવસરમાં પણ શ્રીમન્દ્વની અન્ય પદ્યરચનાઓ જેવું ભક્તિયોગનું મહા સામર્થ્ય સમાયેલું છે. (‘શ્રીમદ્’ વિશેષાંક, પરમાર્થ : જુલાઈ, ૨૦૦૧માં પ્રકાશિત) શ્રીમદ્ રાજચંદ્રજીની પધરચનાઓમાં ભક્તિયોગનું સામર્થ્ય ૫૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy