________________
મહાલયો તથા કોટ-કિલ્લાઓના ધ્વસાવશેષો અહીંની પહાડી શિખરમાળાઓ તથા સમતલ ભૂમિમાં વિસ્તારથી વિખરાયલા અદ્યાવધિ પ્રત્યક્ષ જોવાય છે.
ઉક્ત ધ્વસાવશેષોનું યત્કિંચિત્ શબ્દચિત્ર આ પ્રમાણે છે : ૧. જૈનતીર્થ - હેમકૂટઃ આ એક જ પઢવી શિલામય નજીવી ઉંચાઈવાળું શિખર છે, જેની ચારે તરફ વિશાળ કિલ્લો અને પૂર્વાભિમુખી બે ઉત્તુંગ પ્રવેશદ્વાર છે. એમાં સેંકડો જિનાલયો ભગ્ન-અભગ્ન અવસ્થાએ વિધમાન છે, પરંતુ એકેય જિનબિમ્બ બચ્યું નથી. તેમાંના કેટલાક જિનાલયોને શિવાલયો તથા શૈવમઠ રૂપે ફેરવી દેવામાં આવ્યાં છે. કેટલાંક ખાલીખમ ઉભાં છે, જ્યારે કેટલાંક તળીયાઝાટક કરી દેવાયાં છે. શવો દ્વારા જિનાલયોના દ્વાર ઉપરનાં મંગલ જિનબિમ્બો ઘસી દેવાયાં છે અને તેને સ્થાને અન્ય આકૃતિઓ પણ કોતરાઈ ગઈ છે. શિલાલેખો ઘસી દેવાયાં છે તે પૈકી એક પુઢવીશિલામાં કોતરાયલા શિલાલેખમાં “ૐ નમો પાર્શ્વનાથાય”. આ આદિ વાક્ય વાંચી શકાય છે.
વર્ષાકાળે એની ધોવાયલી માટીમાંથી સોનું શોધી મજૂરી મેળવતા મજૂરો નજરે જોયા છે. આ કારણથી જ આ શિખરનું સાર્થક નામ - હેમકૂટ પ્રચલિત છે.
હેમકૂટના ઉત્તરીય ભાગને અડીને તલેટી વિભાગમાં કોટ-કાંગારાથી સુસજજ વિશાલકાય પંપાપતિ શિવાલય આવેલું છે, જેનું પૂર્વાભિમુખી પ્રવેશદ્વાર-ગોપુરમ્ ૧૧ માળનું એકસો પાંસઠ ફીટ ઉંચું છે તથા ઉત્તરાભિમુખી પ્રવેશ દ્વાર તેનાથી નાનું છે. આ મંદિરનું બાંધકામ ત્રણ તબક્કે થયેલું જણાય છે. સંભવ છે કે નગર નિર્માણ પૂર્વે આ શ્રી ચંદ્રપ્રભ જિનાલય હોય અને નગર નિર્માણ બાદ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી અમુક ફેરફારોપૂર્વક શિવાલય રૂપે ફેરવી દેવાયું હોય.
આ શિવાલયની પૂર્વ દિશામાં પ્રાચીન ઝવેરી બજારના ખંડેરો બે શ્રેણિએ વિદ્યમાન છે, તે તથા મંદિરની ઉત્તર દિશામાં આવેલા ખંડેરોને વ્યવસ્થિત કરી દુકાનો, હૉટલો, ધર્મશાળાઓને અંતે મકાનો રૂપે ફેરવી, તેમજ બીજા પણ નૂતન મકાનો બાંધી છેલ્લા પાંત્રીસ વર્ષથી તપી ગ્રામનો પુનર્વસવાટ ચાલુ છે. ગામને ઉત્તર કિનારે બારમાસી પ્રવાહવાળી તુંગભદ્રા નદી અસ્મલિત પ્રવાહે પ્રવહે છે. ૨. જૈનતીર્થ ચક્રકૂટ ઃ ઉક્ત નદીનો પ્રવાહ પંપાપતિ શિવાલયથી અર્ધા માઈલ આગળ વધ્યા પછી ઉત્તરાભિમુખ વળાંક લે છે. ત્યાં એ જલપ્રવાહમાં ચક્ર-ભ્રમર પડે છે. એથી એને અડીને પૂર્વ દિશામાં જે શિખર છે તેને ચક્રકૂટ કહે છે. એના
૧૬૪
રાજગાથા