SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે સુશ્રી વિમલાતાઈની અલ્પ પણ “મહામૂલી સહાયતા', થોડા નાની નાની આગોતરી નોંધણી અને સંપાદકની સ્વયંની (દાન-ગ્રાન્ટ, ઈ. વિનાની) સ્વ નિર્ભર પ્રવૃત્તિ – નિષ્ઠા અને શ્રધ્ધાના આધારે ગાડું ચાલ્યું. જાણે અદીઠ ગુરુકૃપાકરુણાની ધારા વરસતી હોય અને રેતીમાં ય વહાણ ચાલે તેમ અનેક પ્રકારની પ્રતિકૂળતાઓની વચ્ચેથી, ઉપર ઉલ્લેખિત કોઈ આશ્રમ, સંઘ, સંસ્થા, સાથી, આદિની સહાયતા વિના સપ્તભાષીની આ પવિત્ર કૃતિ અનપેક્ષિત જ સર્વાગ સુંદર રૂપ-સ્વરૂપ ધારણ કરતી ચાલી ! અદશ્ય એવી પરમ શક્તિનો જ જાણે કોઈ દોરીસંચાર !! પરિણામે “જિનભારતી” – વર્ધમાન ભારતી ઈન્ટરનેશલ ફાઉન્ડેશન, બેંગલોર દ્વારા “સપ્તભાષી આત્મસિદ્ધિની આ વિશ્વસાહિત્ય-વિશ્વદર્શનની કૃતિ, શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી અને ર૬૦૦મા ભગવાન મહાવીર જન્મકલ્યાણક વર્ષમાં મુદ્રિત રૂપમાં સાકાર થઈ. ગુજરાત અને ભારત બહારના વ્યાપક આંતરરાષ્ટ્રીય વિશ્વમાં ચિરંતન ગ્રંથસર્જન બનવા જઈ રહેલ આ “સપ્તભાષી આત્મસિધ્ધિ”નું દીર્ઘ-પરિશ્રમયુક્ત પૂર્ણતા પ્રાપ્ત સ્વરૂપ કારતક પૂર્ણિમાની પૂર્ણાતિથિ અને ગ્રંથકર્તા શ્રીમદ્ રાજચંદ્રજીના જન્મદિને (તા. ૩૦-૧૧-૨૦૦૧ના) બેંગ્લોરમાં પ્રકાશિત થયું - પ્રકટ થયું. કારતક પૂર્ણિમાની બેંગલોર શહેરની વ્યાખ્યાન સભામાં મધુરવક્તા આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરજીની નિશ્રામાં જૈનદર્શનાભ્યાસી તપસ્વી સાધક શ્રી અશોક સંઘવીએ આ મહાગ્રંથનું વિમોચન કરી ગ્રંથકર્તા અને ગ્રંથસંપાદકના વિવિધ પ્રદાનોનો વિસ્તૃત પરિચય સભાને કરાવ્યો. આચાર્યશ્રીએ પણ પોતાની લાક્ષણિક શૈલીથી ગ્રંથકર્તા શ્રીમદ્ રાજચંદ્રજીની આ મહાનકૃતિની અનુમોદના કરીને તેનો મહિમા ગાયો અને સરસ્વતીપુત્ર સંપાદકીને પણ તેમના સ્વયં પરના ઉપકારનો નિખાલસ ઉલ્લેખ કરી, અનેક ધન્યવાદ-આશીર્વાદ આપ્યા. આ સર્વ દ્વારા જાણે ગુરુકૃપા સાકાર થઈ. ૧૯૭૦, ૧૯૭૪, ૧૯૯૬ અને ૨૦૦૧ સુધીની આ ચિરંતન કૃતિના નિર્માણની મહાયાત્રાનો થોડો-શો રસપ્રદ ઈતિહાસ છે. તેનો આછેરો સંકેત કૃતિના પૂર્વ-પશ્ચાતું પૃષ્ઠોમાં કર્યો છે. “સપ્તભાષી આત્મસિદ્ધિ' કૃતિનાં પ્રત્યેક પૃષ્ઠ પર ઉપર્યુક્ત સાતેય ભાષાઓ (મૂળકર્તાના હસ્તાક્ષર ઉપરાંત ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, મરાઠી, બંગલા, કન્નડ અને અંગ્રેજી)ની એક એક પદ્યમય ગાથાઓ સમશ્લોકી, ગેય સ્વરૂપે અપાઈ છે. કુલ ૧૪૨ ગાથાઓના ૧૪૨ પૃષ્ઠો ઉપરાંત ભારત ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં પરિચયાત્મક વિવેચનનોંધો અને કર્ણાટકની ભાષા ૨૧૪ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy