________________
કનડમાં વિશેષ અનુવાદયુક્ત પરિશિષ્ટાદિ પૃષ્ઠો મળીને (જેમાં શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજીનો સંબંધ સાર પણ અંગ્રેજીમાં આવી જાય છે) કુલ બસો ૨૦૦ ઉપરાંત પૃષ્ઠો મોટા ડેમિ ૧/૪ કદમાં અપાયા છે. મુખપૃષ્ઠના હિમાલયના શેલશિખરના સાંકેતિક સુંદર આવરણચિત્ર ઉપરાંત અંદર અનેક ઉપયોગી તસ્વીરપૃષ્ઠો પણ અપાયા છે. ગુજરાતી, બિન-ગુજરાતી એવા સામાન્યજનો અને અભ્યાસ પાઠકો – ખાસ કરીને ભારત બહાર વિદેશના – સૌને માટે આ ગ્રંથ ઉપયોગી, ઉપાદેય અને સંગ્રહણીય બનશે. સુંદર કલાત્મક મુદ્રણ અને જાડા કાગળ-આર્ટ પેપર આદિથી યુક્ત અને ઉપર ઉલ્લેખ કર્યા અનુસાર, કોઈપણ ગ્રાન્ટ, દાન, અર્થસહાયતા વિના કેવળ ગુરુકૃપા પર નિર્ભર રહી વર્ષોના પરિશ્રમથી તૈયાર થયેલ આ ગ્રંથનું પડતર મૂલ્ય રૂા. ૫૦૧/- પાંચસો એક છે, જે (ટપાલથી મગાવતાં રજી. થી રૂા. ૨૫/કેવળ બેંગલોરના નિમ્ન સરનામેથી એ પ્રત્યક્ષ અથવા બેંક ડ્રાફટ કે મનીઓર્ડર મોકલીને મેળવી શકાશે :- વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન, પ્રભાત કોમ્પલેક્સ, કે.જી. રોડ, બેંગલોર-પ૬૦૦૦૯. (સરનામું અંગ્રેજીમાં કરવું આવશ્યક) ફોન : ૦૮૦-૨૬૬૬૭૮૮૨. “સપ્તભાષી આત્મસિદ્ધિ' વિષે - (સુશ્રી વિમલાતાઈના અંગ્રેજી પુરોવચન ઉપરાંત અનેક પત્રોમાંથી બે મહત્વનાં નાના પત્રો) માઉન્ટ આબુ, ૧૫-૮-૧૯૯૬ (૧) પ્રિય ભાઈ પ્રતાપજી,
ગઈ કાલે સપ્તભાષી આત્મસિધ્ધિ અંગેના કાગળિયા મળ્યાં. ખૂબ જ સંતોષ અનુભવ્યો. તમોએ ઘણો શ્રમ કરીને અનુવાદ કરાવ્યા ! શાબ્બાશ !
સ્નેહાદર સાથે બહેનના વિમલ આશીષ (૨) પ્રિય મા પ્રતાપની,
28.8.1996 पत्र मिला । सप्तभाषी आत्मसिध्धि तैयार करना एवं छपवाना यह आपके जीवन की सर्वोच्च सिध्धि है । गुजरात के राजचन्द्र आश्रमों को जो करना चाहिए था, जो उनका दायित्व था, वह उन्होंने नहीं किया । आपके हाथों यह कार्य हुआ । शायद श्रीमद् राजचंद्र का अनुग्रह आप दोनों पर उतरा है ।
दीदी के स्नेहभेर विमल आशीष સપ્તભાષી આત્મસિદ્ધિ પ્રકાશિત