________________
તીર્થકર ભગવાન મહાવીરના આ પરમ શિષ્ય, રામ-ભક્ત મહાવીર શ્રી હનુમાનને પણ કેવી ભાવ-વંદના આ હનુમાન સ્તુતિમાં કરે છે :
“શ્રી રામ કેરાં કામ કીધાં, નામ રાખ્યું જગતમાં, મહાવીર શ્રી હનુમાન ! તમને વંદના મારી ઘણી.”
તો વળી “વીર સ્મરણ'માં શ્રી હનુમાનજી-આરાધ્ય દશરથસુત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની શૂરવીરતાને અભૂત રીતે આમ બિરદાવે છે :
“એક બાણથી પ્રાણ હરી લે, પાછું કદિયે નહીં પડનાર, દશરથભુત દુશ્મનદળ-છેદક, ધન્ય ધન્ય એ શર ધરનાર ! રાવણ સમ રાણાને રોળ્યો, એ જ શરેથી શ્યામ શરીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં રઢિયાળા એવા રણધીર ?” અને “કદીયે નહીં કાયાથી કંપે, જીતે ત્યારે જંપે વીર,
રણરંગી ને જબરા જંગી, ઊછળે જેને શૌર્ય શરીર; કાયરતાના માયર તે નહિ, સાચા એ સાયર શૂરવીર, હૈયે શૌર્ય દમામ હમેશા, અને વળી હિમ્મતનું હર !”
(વીર-સ્મરણ : સુબોધ સંગ્રહ-૮૧) અન્યાયીઓ, આતતાયિઓ, આજના સંદર્ભમાં આતંકીઓ સામે દેશભક્તિનું ખમીર દર્શાવતા શૂરવીર શહીદોના શૌર્યને પણ તેઓ આમ પોતાનાં પૂર્વકાવ્યોમાં બિરદાવે છે ત્યારે વળી તત્ત્વજ્ઞ સર્વસ્પર્શી શ્રીમદ્ભાં બીજાં પાસાંનાં પણ દર્શન થતાં નથી? અને તેમની આ સર્વાગી સમગ્ર વિવેકદૃષ્ટિનું પણ સ્મરણ કરાવતા નથી?
જ્યાં જ્યાં, જે જે, યોગ્ય છે, તહાં સમજવું તેહ, ત્યાં ત્યાં, તે તે, આચરે આત્માર્થી જન એહ”
(શ્રી આત્મસિધ્ધિ) હિંસા-અહિંસા : વિક્ષુબ્ધતા, ચક્ષપ્રશ્નો અને પડકારો :
અહીં અહિંસાને પ્રબોધનારા શ્રીમદ્ જાણે અહિંસા કાયરોની નહીં વીરોની, નિર્ભીક વીરોની હોય છે” વી સી યદ વાટ ... એ વાતનું સ્મરણ કરાવી, દેશરક્ષા, શીલ-રક્ષા જેવા અનિવાર્ય પ્રસંગોમાં, જેને ઈતિહાસમાં સાધ્વી-રક્ષાર્થે શસ્ત્ર પણ શ્રીમદ્ રાજચંદ્રજીને ગુજરાતે જાણ્યા છે?