________________
માટે ગુજરાતે ગુજરાતમાં રહ્યા છતાં શ્રીમથી દૂર રહી તેમને જોનારામૂલવનારાઓએ તેમના શબ્દો, તેમની ભાષાને સમજવા બહુ નહીં તો થોડું તો ઊંડું ઉતરવું રહ્યું. તો જ તેમાંથી “નવનીત' લાવી શકે અન્યથા માત્ર છાશ ! શ્રીમદ્ભા અનુભૂતિસભર આત્મ-ગગનમાંથી ઉદ્ભવેલી “પરાવાણી સમજવા માટે અન્ય ક્રાન્તદર્શી મહાયોગી આનંદઘનનાં શબ્દોને સંભારવા પડે -
"गगनमंडल में गउआ बियानी, धरती छिर जमाया, माखन-माखन विरला पाया, छाछे जग भरमाया ।"
(માનંદયન પરત્નાવલ્લી) આવા ક્રાન્તદર્શીઓની પરાવાણીના આવા પ્રેરક પરમ શબ્દો..! એ દિવ્ય શબ્દો કે જે શબ્દોએ ‘મહાત્મા’ સર્જયા, જે શબ્દોએ અમૃત પાયા, જે શબ્દોએ આમ કહીઢંઢોળી મહત્વ-જન અને જનજન જગાડ્યા -
“હે જીવ! પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા!! અન્યથા રત્ન-ચિંતામણી સમો આ મનુષ્ય જન્મ નિષ્ફળ ચાલ્યો જશે !” (શ્રીમદ્ વચનામૃત)
પેલા ભજનિકના શબ્દોમાં ગુરુએ મારેલાં અમને શબ્દોનાં બાણ’ અને એ શબ્દબાણોના મર્મી ભદ્રમુનિના શબ્દોમાં ય એ શબ્દ-બાણ -
“રાજબાણ વાગ્યાં રે હોય તે જ જાણે ... સોભાગ્યભાઈને સોંસરાં વાગ્યાં, ભાંગ્યુ ભરમ તે જ ટાણે ... રાજબાણોના તીણ ઘા ખમે, ભમે ન તે ભવ-ખાણે .. જવલે જાણે કોઈ રાજબાણ-મહિમા, સહજાનંદ વખાણે રાજબાણ.”
(સહજાનંદ સુધા-પ૩) સંક્ષેપમાં, શ્રીમદ્દી ભાષાનાં શબ્દોના બાણને ઝીલવા વધુ પરિશ્રમ કરવો પડે તેમ નથી. ઝાઝું ઊંડુ ઉતરવું પડે તેમ નથી, એ બહુ ક્લિષ્ટ કે કઠણ નથી, એ સહજ છે. અહીં ઉપર ટાંકેલા તેમના ગદ્ય અને પદ્યનાં થોડાં નમૂનારૂપ અવતરણો આ સિધ્ધ નથી કરતાં? અસ્તુ.
અને આ પ્રથમ લેખાંકને અંતે માત્ર સંકેત રૂપે તેમના અનેકવિધ વિષયો પરના સરળ અને દેશભક્તિપૂર્ણ સર્વજન-સ્પર્શી, સર્વધર્મ સમભાવ અને અન્ય ધર્મોના ગુણવંતો પ્રત્યેનો તેમનો અહોભાવ ભરેલાં થોડા પદોના ઊડતી નજરે દર્શન કરી લઈએ : -
રાજગાથા