SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વિસનગર મહિલા કૉલેજના આચાર્યપદ દરમ્યાન ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગ્રંથ સદા મારા કાર્યટેબલ પર રહેતો અને પ્રથમ એના વાચન-મનનની પ્રેરણા લઈ કૉલેજ-સંચાલનનું વ્યવહાર કાર્ય ચાલતું, જ્યાં ધ્યાન-ધ્યાસંગીતને પણ નિત્ય પ્રાર્થનાને બદલે મૂકાયેલું. - ઈડર જવાનું તો ત્યાંથી પણ બનતું જ. અહીં પણ પરમકૃપાળદેવનો જ સતત કૃપાનુભવ ! આ પહેલાં ૧૯૫૬થી વિનોબાજી પાસેથી અમદાવાદ પ્રજ્ઞાચક્ષુ પંડિતશ્રી સુખલાલજીના પાવન સાન્નિધ્યમાં આવીને રહેતાં વિદ્યાધ્યયન કાળથી માંડીને ૧૯૭૦ સુધીના ગુજરાતમાંના છેલ્લા ગૂજરાત વિદ્યાપીઠ સુધીના અધ્યાપન-કાળના ૧૪ વર્ષના અનુભવો તો વળી અનોખા જ રહ્યાં. પરમોપકારક પંડિતજીએ પરમકૃપાળુદેવના સાહિત્યનાં અસ્પર્શિત રહસ્યોનો અનુગ્રહભર્યો અનુભવ કરાવ્યો ! પ્રજ્ઞામંચયન પુસ્તકના મારા પ્રાથનમાં સંક્ષેપ સંકેતરૂપે અને પ્રજ્ઞાચક્ષુનું દૃષ્ટિપ્રદાન’ના લખાઈ રહેલા પુસ્તકમાં એ કંઈક વિસ્તૃતરૂપે અંકિત થયેલ છે. આ દરમિયાન ૧૯૬૭ના અંતમાં ઉપર્યુક્ત વિસનગર કૉલેજમાં એક છાત્રાશિબિર ચલાવવા વિદુષી વિમલાતાઈ પધાર્યાં અને તેમણે પોતાને મારા સદાપરિચિત પ્રિય સાધનાસ્થાન ને પરમકૃપાળુદેવના પાવનધામ ઈડર ઘંટિયા પહાડ પર લઈ ચાલવા અનુરોધ કર્યો. તત્કાળ ત્યાં જવાનું બન્યું - સિતાર સાથે. અણધાર્યો જ, કોઈ સાંકેતિક એવો હંપીથી શ્રીમદ્ શતાબ્દિ નિમિત્ત યાત્રાર્થે પધારેલા શ્રી ભદ્રમુનિસહજાનંદઘજીનો ત્યાં પાવન પરિચય થયો. વિમલાતાઈ અને તેમના સાંનિધ્યમાં શ્રીમદ્ જીવનનાં અનેક રહસ્યોદ્ઘાટનો પણ થયાં. શ્રીમદ્-આનંદઘનના ધ્યાનસંગીત સભર મસ્તીગાન પણ સિતાર પર ચાલ્યાં : સહજાનંદઘનજીના પોતાના મસ્તીભર્યાં અંતરગાને અને વિમલાતાઈ સમક્ષનાં તેમના શ્રીમદ્ભુવન વિષયક પ્રવચને વળી વિશેષ અંતરાનંદ અને અંતરબળ પૂર્યાં : શ્રીમદ્-શ્રધ્ધાની જીવનયાત્રા વધુ સમૃદ્ધ બનવા લાગી. શ્રી સહજાનંદઘન ગુરુગાથાના પ્રાસ્તાવિકમાં આ લખાયું. ઈડરના આ અનુભવ અને વિસનગર મહિલા કૉલેજના આચાર્યપદ પછી અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠના પ્રતિષ્ઠિત અનુસ્નાતક પ્રાધ્યાપક પદે જતાં, ત્યાં દાંડી પદયાત્રાના અને અમદાવાદના કોમી રમખાણોમાં નિર્ભયપણે સાયકલ પર રાત્રે ‘શાંતિ સૈનિક’ તરીકેના નિર્ભયતાભર્યા, શાંતિ કરાવવાના અનુભવે અને ઈડરના પ્રેરક પરમકૃપાળુ ધ્યાનયોગબળોએ એક નૂતન સર્જન કરાવ્યું : ‘મહાસૈનિક' નાટક લેખનનું. પરમકૃપાળુદેવ પ્રેરિત મહાત્મા ગાંધીજીના અહિંસક જીવનનો અને ‘પરમગુરુકૃપાકિરણ’ની સ્વલ્પ સ્વ-સંવેદન કથા સંકેત : સ્વકથ્ય ૧૪૧
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy