________________
પર તેમણે રચેલાં અદ્ભુત, અભૂતપૂર્વ, ચિરંતન દર્શન-પદોના સર્જન ઉપર. પ્રત્યેક પદને નિહાળીએ અને માણીએ : (૧) આત્મ-અસ્તિત્વ સિદ્ધિ
“તન વસ્ત્રાદિક છે જ જો, તો આત્મા પણ છે જ; નિજ નિજ દ્રવ્ય સ્વભાવથી, જડ-ચેતન બંને જ...” આત્માપદ :
“હું તો આત્મા છું જડ શરીર નથી” (૨) આત્મ-નિયત્વ પદ :
“નિત્ય છું નિત્ય છું આતમા નિત્ય છું;
તો પછી મરણ ભય કેમ મ્હારે ?” (૩) જીવકર્તૃત્વ પદ :
કર્તા જીવ સ્વતંત્ર આચારી, તો તું કેમ રહે છે ભિખારી ?” (૪) જીવ ભોક્તત્વ પદ :
“જે જે ક્રિયા તે તે સર્વ સફળ કર્તા ભાવે” (૫) મોક્ષ-સ્વરુપ પદ :
“છે જીવનો શુધ્ધ-સ્વભાવ, કષાય અભાવ;
પરમ-ગુરુ-જનથી, છે મોક્ષ ચિત્ત-શોધનથી..” (૬) મોક્ષનો ઉપાય પદ :
“સંત-આજ્ઞા-ભક્તિ પ્રધાન, સુસાધ્યું નિશાન,
જીવન ડોરી, છે મોક્ષ માર્ગ એ ધોરી..” છ-પદ-વિવેક-ફળ પદ :
“એ બોધ છ-પદનો કહી ગયા, ગુરુરાજ અનંતી કૃપા કરી,
સ્વ-સ્વરૂપ સમજવા અહીં કહ્યા, હરવા નિજ ભ્રાંતિ તિમિર-સરી..” * * આ સર્વે પદોનું ષપરહસ્ય'ના નામે રેકોર્ડિંગ થયું છે.
ગણધરવાદ'-શ્રવણના મહાવીર-ચરણથી “આત્મસિદ્ધિ સુજનની મહાયાત્રા
આવા ગણધરવાદના આત્મદર્શનના પ્રતિરૂપ સમા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રના રચયિતા પ્રદાતા વિષે સહજાનંદઘનજી કંઈક મૌલિક, કંઈક નવું, કંઈક અદ્ભુત સત્યોદ્ઘાટક કથન કરે છે. શ્રીમદ્જીની ભગવાન મહાવીરના શરણની ર૫૦૦ વર્ષ પૂર્વની અવસ્થાથી માંડીને વર્તમાન મહાવિદેહક્ષેત્રે વિહરમાન ભગવાન શ્રી સીમંધર સ્વામીના શરણની મહાવિદેહી દશા વિષે અહોભાવપૂર્વક તેમની કલમ ચાલે છે : (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૫