________________
તેમની ક્ષેત્રસ્પર્શના-ભૂમિસ્પર્શના થઈ હતી. સ્વયં ભદ્રમુનિજીએ આ રત્નકૂટ-હેમકૂટની આસપાસનાં ક્ષેત્રોમાં ભ્રમણ કરી કરેલી ઐતિહાસિક શોધ પછી એક સંશોધનપૂર્ણ લેખ લખ્યો હતો – વિજયનગર સામ્રાજ્યમાં જૈનધર્મનું સ્થાન” એ લેખમાં પરોક્ષ રૂપમાં થોડો જ સંકેત કર્યા પછી રત્નકૂટ હેપીની આ ધરતી પર પ્રથમ વખત પદાર્પણ કરતી વખતે તેઓ કહે છે: “જેની તને ઈચ્છા હતી એ આ જ તારી પૂર્વ-પરિચિત યોગભૂમિ છે.”
“અહીં ભગવાન મુનિસુવ્રતસ્વામીના કાળમાં અને એમની નિશ્રામાં અમારું વિચરણ થયું હતું.”
અને તેઓને સ્મૃતિમાં તેમ જ દિવ્યદૃષ્ટિમાં આ યોગભૂમિ કર્ણાટકના આ પ્રાચીન જૈન તીર્થની દિવ્યતા અને મહત્તાનું દર્શન થયું હતું -
"कर्णाटे विकट तरकटे, हेमकूटे च भोटे च । श्रीमत् तीर्थंकराणाम् प्रतिदिनं भावतोऽहं नमामि ॥"* (जिनवरभवनानाम् भावतोऽहं नमामि ।)
અન્યત્ર શ્રી સહજાનંદઘનજીએ પોતાના મહત્વપૂર્ણ આલેખ “ઉપાસ્યપદે ઉપાદેયતા*1માં પણ આ ભૂમિનું વર્ણન કરતા કેટલાક સંકેતો આપ્યા છે.
આગળ અનેક સ્થાન પર શ્રીમદ્ રાજચંદ્રજી સમાન પોતાના ઉપકારક ઉપાય સાથેના પોતાના પૂર્વજન્મોના સંબંધોનો તેમજ પૂર્વકૃત ઉપકારોનો ઉલ્લેખ કરેલ છે. ઉદાહરણરૂપે - શ્રીમદ્ રાજચંદ્ર શતાબ્દિ સમયે ૧૯૬૭માં હમ્પીમાં તેઓએ આપેલ પ્રવચન – શ્રીમદ્ગી ક્ષ જ્ઞાનશા' #2
સંક્ષેપમાં કર્ણાટક, રત્નકૂટ હમ્પી, ગોકાક આદિ યોગભૂમિ સાથે એમનો પૂર્વસંબંધ અવશ્ય હતો એ સંદેહવિહીન અને નિર્વિવાદ હકીકત છે.
મુનિસુવ્રત ભગવાન, તત્કાલીન ૧૪૦ જિનાલય અને રામાયણકાલીન કિષ્ઠિધા નગરીમાં ભગવાન રામ, હનુમાનજી, વાણી-સુગ્રીવ આદિ વિદ્યાધરોની ભૂમિ વિષયક અવારનવાર ભદ્રમુનિજીના ઉલ્લેખથી આ વાત સ્પષ્ટ થાય છે. પરવર્તીકાલીન વિજયનગરની હેપીની ખંડેર સમી ધરતી પર (જ્યાં પણ હેમકૂટના આજે વિદ્યમાન ૩૨ ભગ્ન જિનાલય !) આવતાં પહેલા ગોકાકની ગુફામાં - જે આચાર્ય શ્રી શાંતિસાગરજીના સમાધિમરણ હેત વ્યવસ્થિત આરક્ષિત કરવામાં આવી હતી - * જિનભારતી દ્વારા પ્રકાશિત. *2 જિનભારતી પુસ્તિકા + સી.ડી.
૧૩૦
રાજગાથા