SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ મ્યુઝિયમની ઉત્તરે પહાડી ખીણના ઉચ્ચ પ્રદેશમાં તથા પંચાયતિ શિવાલયની ઉત્તરે નદી કિનારે કેટલાક જિનાલયોના ધ્વસાવશેષો હોવાના ચિન્હો છે. હમ્પીથી ૧૧ માઈલ દૂર નદીના વહેણના ઉદ્ગમ ભણી વિશાલકાય તુંગભદ્રા બાંધ છે, જેની અપાર જલરાશિ સમુદ્રની ઉપમા પામે છે. વર્ષાકાળે આ તુંભનદ્રાનદીમાંથી પૂર ઉતર્યા પછી ક્વચિત્ હીરા મળી આવે છે. જેને ખરીદવા માટે મદ્રાસના ઝવેરીઓ ચક્કર લગાવતા હોય છે. હેમકૂટની પૂર્વદિશામાં સડકને અડીને ત્રીસેક એકરના વિસ્તારવાળો એક સાધારણ ઊંચાઈ ધરાવતો શિખર છે જેને રત્નકૂટ કહે છે. તેના પૂર્વ છેડે એક ઉના શિખર છે, જેને માતંગપર્વત કહે છે. ઠક્કર ફેરુ કૃત રત્નપરીક્ષા ગ્રન્થમાં રત્નોની ઉત્પત્તિના સ્થાનો દર્શાવતાં “માર્થા પવ્યયે' આ માતંગ પર્વતનો પણ ઉલ્લેખ કરાયેલો છે. એના કટિભાગમાં બે આરપાર ગુફાઓ છે જેમાં ખોદકામ થયાંના ચિન્હો છે. માતંગ શિખરે એક મંદિર અને તેને ફરતા ચારે તરફ મંડપોનું ગ્રુપ છે. મંદિરમાં માતંગયક્ષની મૂર્તિ વિદ્યમાન છે, જેને અજૈનો માતંગઋષિ નામથી પૂજે છે. સંભવ છે કે એ મંદિરમાં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથની સ્થાપના હોય અને પાછળથી તે અદેશ્ય કરાઈ હોય. રત્નકૂટમાં નવરત્નોની ખાણો હોવાની વાતો પુરાતત્ત્વ અન્વેષકો પાસેથી સાંભળી છે. ચાલુ ડામર રોડથી રત્નકૂટ તરફ વળતાં જમણે હાથે જે શિખર છે તેનો પણ રત્નકૂટમાં જ સમાવેશ છે. જેમાં લંબાયમાન બે મોટી ગુફાઓ તથા કેટલીક નાની ગુફાઓ છે. તે સિવાયના રત્નકૂટના બાકીના હિસ્સામાંના ઉત્તર અને દક્ષિણ છેડે પણ કેટલીક ગુફાઓ છે. એ બધી ગુફાઓમાં ક્યાંક-ક્યાંક ખોદકામ થયાના ચિન્હો છે. વળી એમાં ગુપ્ત માર્ગો પણ છે જે હાલ બંધ છે. આ રત્નકૂટ ઉપર પ્રાકૃતિક ચાર કુંડો, ત્રણેક નાના ખેતરો અને બાકીનો પુઢવી શિલામય વિસ્તાર છે. જેના ઉપર વિ.સં. ૨૦૧૭ના આષાઢ સુદી એકાદશીએ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના ઘણા જ ઉલ્લાસપૂર્વક યોગાનુયોગે થઈ છે. આ આશ્રમ પ્રાદુર્ભાવના કારણો : આ આશ્રમના પ્રાદુર્ભાવમાં તથા પ્રકારના કર્મોદયે આ દેહધારી મુખ્ય નિમિત્ત બન્યો. મૂળમાર્ગ - આત્મસમાધિમાર્ગમાં પ્રવેશવા, સ્વાનુભૂતિશ્રેણિને વિકસાવવા મથતા એવા કેટલાક ગુણાનુરાગી મધ્યસ્થ મુમુક્ષુઓનો આરાધના-ઉત્સાહ વધારવા ૧૬૮ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy