________________
આચાર્ય વિનોબાજી-બાળકોબાજી, સંતશિષ્ય-સંતબાલજી, વિદુષી વિમલા ઠકાર, શ્રી ગુરુદયાળ મલ્લિકજી, ઉપરાંત આત્મજ્ઞા માતાજી ધનદેવીજી, શ્રી મગનબાપા, ઉપરાંત શ્રી લાડકચંદભાઈ, શ્રી દયામુનિ, બેરિસ્ટર જેની, ડો. સરયુબેન, ડો. તરૂલતાબાઈ, ડો. રાકેશભાઈ, શ્રી આત્માનંદજી, શ્રી પારસભાઈ, શ્રી અગરચંદજી-ભંવરલાલજી નાહટા સમાં અધ્યેતાઓ અને મુનિશ્રી ભુવનવિજયજી (આ. ભુવનરત્નસૂરિ), મુનિશ્રી ભાનુવિજયજી, આ. શ્રી જનકચંદ્રવિજયજી,
આ. શ્રી નિર્મલસાગરજી, આ. શ્રી સુશીલકુમારજી, શ્રી ચન્દ્રપ્રભા, સાધ્વી શ્રી વિચક્ષણાશ્રીજી, સાધ્વીજીશ્રી નિર્મળાશ્રીજી, સમા શ્રમણ-શ્રમણીઓ આ સર્વ ઉપરાંત અનેક શ્રીમદ્ અભ્યાસીઓ શ્રી વસંતભાઈ ખોખાણી, ડો. દીપકભાઈ તુરખિયા, શ્રી પ્રકાશભાઈ શાહ, શ્રી મધુભાઈ પારેખ અને પ્રક્ટ-અપ્રકટ એવા સાધક-પ્રયોગવીરો શ્રી યોગેશભાઈ (ઈડર), શ્રી નરેન્દ્રભાઈ શાહ (હપી-હુબલી), શ્રી મનુ દોશી (શિકાગો), શ્રી મુકુલભાઈ કલાર્થી, શ્રી દિગીશ મહેતા, ડો. શાંતિભાઈ પટેલ (કેલિફોર્નિયા), સુશ્રી સુધાબેન (બાંધણી), શ્રી નગીનદાસ - ભોગીલાલ-ભીખાભાઈ (મોરબી), શ્રી ગોકુલભાઈ શાહ, ઈ.
આ સર્વેનું પાવનસ્મરણ કરીને આ પ્રાસ્તાવિકનું સમાપન કરતાં આ પંક્તિલેખક અલ્પાત્માને જેણે પ્રત્યક્ષ ઉપકાર પરમપુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે સુદઢ કર્યો તેમનું વિશેષ સ્મરણ-વંદન કરી જવું પરમ કર્તવ્ય છે. આ સૌમાં બાલ્યકાળથી માતા-પિતા પૂ. અચરતબા-પૂ. જમનાદાસ રામજીભાઈ ટોલિયા, કુમારકાળથી સ્વયં મહાત્મા ગાંધીજી અને મુનિશ્રી ભુવનવિજયજી, આચાર્ય વિનોબાજી-બાળકોબાજી અને સાધનાકાળથી પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી સુખલાલજી, આ. ગુરુદયાળ મલ્લિજી, વિદુષી વિમલાતાઈ, આત્મજ્ઞા માતાજી ધનદેવીજી અને સર્વાધિક અંતે રહ્યા-ચોગીન્દ્ર યુગપ્રધાન શ્રીમદ્ - સમર્પિત શ્રી સહજાનંદઘનજી-ભદ્રમુનિજી જેમનું જીવન ચરિત્ર લખવાનું તેમજ મહાનિવ , સમાણ માત્મસિદ્ઘિ, પ્રજ્ઞા સંચયન, પાપરે ૩પયત આદિ સાહિત્યસર્જનો અને શ્રી સદગાયન પ્રવાન આદિના સંપાદનોનું પણ આ લખનારને પરમાનુગ્રહભર્યું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે.
આ સર્વ પરમોપકારક પરમગુરુઓએ પરમપુરુષ પ્રભુરાજને અંતરની ગુફામાં પ્રતિષ્ઠિત કરવાનો પરમ ઉપકાર કર્યો છે. તેનું જ પ્રતિદ્દન છે આ શ્રીમસંબંધી વિવિધ સમયે લખાયેલા થોડા કાલાં ઘેલાં લેખો.
VII