________________
આ લેખન – ઉપક્રમમાં ઉપર્યુક્ત શ્રીમજીના પ્રત્યક્ષ સમર્પિત અને પરોક્ષદર્શી જે સપુરુષોનું દૂરથી અને નિકટથી જે દર્શન-અંતર્દર્શન થયું છે તે પ્રાયઃ તો અદૃશ્ય રહ્યું છે. અહીં તેમના શ્રીમદ્જી વિષેના આ પ્રકારના ઉલ્લેખનીય પ્રતિભાવો મૂક્યા છે. વધુમાં, આ લખતાં આ યુગના થોડા પ્રવાહો અને વ્યક્તિઓ–વ્યક્તિસમૂહોનું નિરીક્ષણ પણ થયું છે :
(૧) શ્રીમદ્જી પ્રત્યે શ્રધ્ધાવાન્ સમયદ્રષ્ટા પુરુષો અને સંતજનો (૨) તેમના પ્રત્યે પ્રગ્નદૃષ્ટિએ, કટાક્ષદૃષ્ટિએ નિહાળનારા તથાકથિત
મુનિજનો શ્રીમદ્જીથી અનભિજ્ઞ, અપરિચિત તથાકથિત વિદ્વાનો, સાક્ષરો, પત્રકારો ગાંધીજી-વિનોબાજીના શ્રીમદ્જી પ્રતિ પૂજ્યભાવ છતાં તેમના પ્રત્યે સંદેહભાવ ધરાવતા, શ્રીમદ્ સાહિત્ય અભ્યાસ-વિહીન સ્વય
ગાંધીજનો ! (૫) ગુજરાતનો જ જનસમાજ, ઘરના હીરાને જ નહીં ઓળખતો સમાજ (૬) ગુજરાત બહાર ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વભારતનો જન સમાજ,
જેમાં દક્ષિણભારતમાં શ્રીમદ્પરિચય કરાવવાનું મહાકાર્ય શ્રી
સહજાનંદઘનજીએ કર્યું. (૭) વિદેશમાં વસવા છતાં આ લખનારના પ્રત્યક્ષ અનુભવ મુજબનો શ્રોતા
સમાજ, અભ્યાસીવર્ગ અને જિજ્ઞાસુજનો : કેલિફોર્નિયા, બોસ્ટન, ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, શિકાગો, સિધ્ધાચલમ્, લંડન આદિ અમેરિકા
ઈંગ્લેન્ડના. આ સર્વની વચ્ચે સદ્ભાવથી કે ક્યાંક સ્પષ્ટ પ્રતિભાવ-પ્રતિકારથી પણ શ્રીમદ્જીનું મહિમાગાન કરવાનું જે અન્ય સામર્થ્ય સાંપડ્યું તે આ પામર અધાત્મા પર ઉપર્યુક્ત સર્વ પ્રત્યક્ષ-પરોક્ષ પરમગુરુઓનો પરમ અનુગ્રહ જ. તેમના વિષયક આ લખાણોમાં જ્ઞાત-અજ્ઞાતપણે દોષ, આશાતના-વિરાધના થયાં હોય તો ત્રિવિધે ક્ષમાપ્રાર્થના. આ પ્રકાશનના સર્વ સ્વનામધન્ય નિમિત્તજનોને વિશેષરૂપે પુરોવચન લેખક સુહૃદ ડો. શ્રી વસંતભાઈ પરીખ અને સમર્પિત મુદ્રક શ્રી નોતમ રતિભાઈ લાલભાઈ સોમચંદ શાહને અનેકશઃ ધન્યવાદ.
પરમગુરુ કૃપાકિરણ પ્ર. બેંગ્લોર - હેપી : ગુરુપૂર્ણિમા, ૯-૬-૨૦૧૭. E-mail : pratapkumartoliya@gmail.com Mobile : 09611231580
IX