SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-E બેંગ્લોરની વર્ધમાન ભારતી દ્વારા વતન અમરેલીમાં અભૂતપૂર્વ આયોજન : યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ (૧) અગિયાર દિવસનો બાળ-કુમાર શ્રીમદ્ રાજચંદ્ર ગાન-જ્ઞાન-ધ્યાન-મૌન શિબિર (૨) શ્રીમદ્ રાજચંદ્ર-રચિત પદોની વર્ધમાન ભારતીની સી.ડી. પર ગાનસંગીત સ્પર્ધા (૩) રાજ-કવિ-સંમેલન : બે બેઠકોમાં અમરેલીમાં કવિશ્રી હર્ષદ ચંદારાણા, હરજીવન દાફ્કા, ડો. કાલિન્દી પરીખ, સુશ્રી પારુલ ખખ્ખર, શ્રી પરેશ મહેતા ઇ.ની શ્રીમદ્ઘ પર કવિતાઓ (૪) શ્રીમદ્ભુ-સૂચિત આત્મધ્યાન પ્રયોગ ધ્યાન-સંગીત : પ્રત્યક્ષ અને સી.ડી. દ્વારા પ્રસ્તુત (૫) “શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન-સત્ર” : બે બેઠકોમાં ડો. કાલિન્દી પરીખ (કવયિત્રી, વિદુષી) અને તેમના પ્રજ્ઞાવંત પિતાશ્રી ડો. વસન્ત પરીખ દ્વારા બે ગહન ચિંતનાત્મક અપૂર્વ પ્રવચનો : પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને શ્રી પરેશ મહેતાની મહત્ ભૂમિકાઓ સાથે પ્રસ્તુત આ સર્વાયોજનો જાણે પરમગુરુઓનો પરમ અનુગ્રહ ન ઊતર્યો હોય, તેમ અભૂતપૂર્વરૂપે, કલ્પનાતીતપણે સંપન્ન થયા—લાગલગાટ અગિયાર દિવસ સુધી ! બાલક-બાલિકાઓએ ન કેવળ ઉલ્લાસભેર ‘બહુ પુણ્ય કેરા’, ‘હે પ્રભુ !', ‘ સફ્ળ થયું’, ‘ આતમ ભાવના', ‘સહજાત્મસ્વરુપ' સમા સર્વસ્પર્શી શ્રીમદ્-પદો-મંત્રો ગાયા અને ગુંજાવ્યા, તેની ધૂનો પણ મચાવી જન હૈયે ને હોઠે રમતાં કર્યા. અમરેલી-અમરવલ્લી એટલે કવિઓની નગરી. અનેક કવિઓનો ત્યાં નિત્ય જાણે મેળો જામે ! સમયાભાવે અનેકોમાંથી થોડા જ કવિઓને આ વેળા ચૂંટીને નિમંત્રવા પડ્યા. તેમણે શ્રીમદ્ભુની કાવ્ય-કૃતિઓ ન માત્ર પેટ ભરીને માણી અને ગુંજતી બાલ-ધુનોમાંથી જાણી, પરંતુ સ્વરચિત કૃતિઓમાં શ્રીમદ્ભુના જીવનદર્શનને પ્રતિધ્વનિત પણ કર્યું ! એ બધી ગ્રંથસ્થ થશે. કવિઓની જેમ ગહન અભ્યાસી ચિંતકો પણ અમરનગરી અમેરલીમાં ‘છુપા રુસ્તમ' જેમ, વિશાળ જગતથી અજાણ પડ્યા છે, તેનો પરિચય વિશ્વને હવે થશે ૨૩૨ રાજગાથા
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy