________________
પામી જઈએ તો આપણો બેડો પાર !! આવા દુષમ કાળમાં આ આલંબન મળ્યું તે તો આપણું અહોભાગ્ય !!!
સફળ થયું ભવ હારું હો કૃપાળુદેવ !! પામી શરણ તમારું હો કૃપાળુદેવ !'
(યો.યુ.શ્રી સહજાનંદઘનજી) શુદ્ધ ચેતન્યના મહાધ્યાનની યાત્રા
તો શુદ્ધ ચૈતન્યને ધ્યાવવા-પામવાની મહાધ્યાન - યાત્રાને આપણે પા પા પગલી ભરતા બાળવત્ છતાં પામશું, પામશું, પામશું રેના દઢસંકલ્પપૂર્વક, વિનયોપાસનાપૂર્વક જ્ઞાનીઓની આજ્ઞાઓને આરાધતાં શ્રીમદ્ વચનોની આંગળી પકડીને આરંભીએ -
પરમગુરુની આંગળીએ અમે અંતરયાત્રા માંડી
આનંદઘનની આંગળીએ અમે આનંદયાત્રા માંડી.” પરંતુ આ યાત્રા આરંભતા પૂર્વેની જ્ઞાનીઓની જ્ઞાનદશાને સમજવી-થ્થાનીઓની ધ્યાનદશાને સમજવી આવશ્યક. ધ્યાન-જ્ઞાનાત્મા શ્રીમદ્જીની શુદ્ધાત્મ ધ્યાનની અંતર્દશાને સમજવા, તેની ભૂમિકાને સમજવા, તેની પશ્ચાદ્ ભૂમિમાં અવસ્થિત જિનેશ્વર સર્વજ્ઞકથિત, આચરિત અને આરાધિત એવી ભેદજ્ઞાનયુક્ત મૂળમાર્ગ ભરેલી જિનધ્યાન શેલીનું યથાશક્તિ, કિંચિત્ આકલન કરવું આવશ્યક.
ધ્યાનના નામે અનેક યુગોથી, અનેક માર્ગોથી, અનેક પદ્ધતિઓથી, અનેક અભિગમોથી ખેડાણો અવશ્ય થયાં છે, પરંતુ જિનેશ્વરપ્રણીત ધ્યાનમાર્ગ તો ઓર જ છે. સાવ નિરાળો, પરમાવગાઢ છતાં સાવ સહેલો, સાવ સરળ નિર્મળ રાજમાર્ગ!
પ્રથમ સમર્પણ ભરેલા “અધમાધમ અધિકો પતિત હોવાનું પોતાનું ભાન કરાવી ભક્તિમાર્ગમાં પ્રવેશાવી, પછી હું તો આત્મા છું'ના જ્ઞાનમાર્ગમાં જોડાવી, અંતે તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ'ના આત્માનુભવ દ્વારા સહજ, શુદ્ધ, નિરંજન, નિસ્પદ, નિર્વિકલ્પ ધ્યાનમાર્ગના સોપાને ચઢાવી એ પરમપદના શેલશિખરે પ્રભુ પર પ્રેમ વિકસાવતાં વિકસાવતાં સહજમાં પહોંચાડી દે !
નિજ પદને જિનપદમાં સમાવતો-શમાવતો શ્રી જિનનો મૂળમાર્ગ, ધર્મધ્યાનની મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય, માધ્યથ્યની ચાર ભાવનાઓ ભણાવી, આત્માનું અસ્તિત્વનિત્યત્વ-દેહભિનત્વ છે દેહાદિથી ભિન્ન આતમા રે’ના સરળ વચનને સમજાવી, રાગદ્વેષ અજ્ઞાનની બંધ-ગ્રંથિઓથી મૂકાવી સમગ્રતાભરી સ્યાદ્વાદશૈલી આત્મસાતું કરાવી એકત્વ-અન્યત્વ ભાવનાદિ બાર અનુપ્રેક્ષાઓ આરાધાવી મિત્રા-તારા-બલા
રાજગાથા
૩૮