________________
પુરુષ : એક સમયે તો - પ્રારંભમાં ઉલ્લેખ થયો છે તદનુસાર ખ્રિસ્તી ધર્મ પ્રત્યે ઝુકી રહેલા બેરિસ્ટર ગાંધીને ગંભીર પ્રશ્નોત્તરો-પત્રો અને પુસ્તકો દ્વારા માર્ગદર્શન આપી સ્વધર્મમાં-હિંદુધર્મમાં સ્થિર કરવાનું મહાન કાર્ય શ્રીમજી દ્વારા થયું.
સ્ત્રી : ગાંધીજીને સત્ય-અહિંસા આદિની દીક્ષા આપી, સર્વધર્મ સમભાવની સમજ આપી. ભારતની સ્વતંત્રતા માટેના અહિંસક યુદ્ધના પરોક્ષ પ્રેરક પણ રાજચંદ્રજી જ હતા.
પુરુષઃ કેવળ ગાંધીજી કે માત્ર ભારતના જ નહીં, આજના સમસ્ત યુગ માટેના આવા મહાન ઉપકારક શ્રીમદ્ રાજચંદ્રજી માત્ર તેંત્રીસ વર્ષની ઉંમરે પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી મહાવિદેહની મોક્ષયાત્રાના માર્ગે ચાલી નીકળ્યા.
સ્ત્રી ઃ એમના આ જીવનની મહાન ઉપકારક આત્મયાત્રાની સાક્ષીરૂપ (એમના અક્ષરહદેહરૂપ અનેક પદો, પત્રો) મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર ઈત્યાદિ અનેક અમર કૃતિઓ પોતાની શાશ્વત સ્મૃતિનાં રૂપમાં જગતને આપીને એ ચાલી નીકળ્યા ! ભારતનાં સર્વ દર્શનોના સારરૂપ, આત્મજ્ઞાન-પ્રદાતા એમની મહાન કૃતિ “આત્મસિદ્ધિશાસ્ત્ર'ના એમના જ આ પરમ પાવન શબ્દો દ્વારા આપણે એમની મહાન આત્માની અભિવંદના કરતા આ પ્રશ્નોત્તરનું - આ વાતચીતનું સમાપન કરીએ.
પુરુષ : “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત.”
પુરુષઃ આજે પણ ગૂંજી રહી છે એમની આત્મસાક્ષાત્કાર પ્રાપ્તિ માટેની અદમ્ય ઝંખના ભરી અમિટ ધ્વનિ - ક્યારે થઈશું આ સર્વ સંબંધોથી મુક્ત? આત્મામાં સ્થિર ?”
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહમાંતર નિગ્રંથ જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો, ચાર કર્મ ધનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં ભવનાં બીજ તણો આત્યંતિક નાશ જો.... “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?”
(આકાશવાણી બેંગલોરથી ૧૫-૬-૧૯૮૬ના દિવસે પ્રસારિત) (સૌજન્ય : આકાશવાણી, બેંગલોર) (અનુવાદ : શ્રીમતી સુમિત્રા પ્ર. ટોલિયા)
૧૦૮
રાજગાથા