SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ : આ અભૂતપૂર્વ અનુભવે જાગ્રત કરી દીધી એમની સુપ્ત આત્મચેતનાને અને સ્વયંપ્રજ્ઞાને. જીવનમાં એક પરિવર્તનનો પ્રારંભ થઈ ગયો. એમની સુપ્ત સરસ્વતી જાગ્રત થઈ ગઈ... અને શરૂ થઈ ગયાં એમનાં કાવ્યસર્જનો... કેવળ નવ વર્ષની ઉંમરે એમણે રામાયણ પર કવિતા લખી, દસમા વર્ષે ‘પુષ્પમાળા’ની રચના થઈ અને સોળમે વર્ષે તો ‘મોક્ષમાળા’ નામક અદ્ભુત ગ્રંથ રચાઈ ગયો ! પુરુષ : તત્પશ્ચાત્ અન્ય અનેક રચનાઓનું સર્જન કરતા કરતા શ્રીમદ્ રાજચંદ્રજી પોતાની અલૌકિક સ્મરણશક્તિ અને આત્મબળના પરિચાયક ‘અવધાન' પ્રયોગ કરવા લાગ્યા. એક સાથે અનેક વાતો; સો સો વસ્તુઓને સ્મૃતિમાં રાખી પુનઃ પ્રસ્તુત કરનાર શતાવધાન ! સ્ત્રી : વિદ્વાનો, વર્તમાનપત્રો, આમ જનતાએ જ નહીં, ભારતના વૉઈસરૉયે પણ તેમની પ્રશંસા કરી. એમનો યશ ગુજરાત, મુંબઈ જ નહીં, સંપૂર્ણ ભારત અને સાગર પાર વિદેશમાં પણ પ્રસરી ગયો. વૉઈસરૉયે તેમને ઈંગ્લેન્ડ જઈ શતાવધાનના આ પ્રયોગો કરી બતાવવા નિમંત્રણ આપ્યું. પણ... પણ... ના એ અહીં જ અટકી ગયા... એમની અંતચેતનાએ, જાગ્રત આત્માએ એમને સાવધ કર્યાં C પુરુષ : “નહીં... નહીં... આ બધું મારે કોને, શા માટે, બતાવવાનું છે ? આ તો મારી પ્રસિદ્ધિ વધારનારા છે. આ યશ, કીર્તિ, પ્રસિદ્ધિ જ તો જીવનમાં બાધારૂપ છે, આત્માર્થના માર્ગમાં એક અડચણરૂપ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. ન જોઈએ આ યશ, આ સિદ્ધિ પ્રયોગ, આ વિદેશગમન !” સ્ત્રી : અને એમણે વિદેશયાત્રા માટેનાં વૉઈસરૉય જેવાનાં આમંત્રણને પણ સધન્યવાદ પાછું ઠેલ્યું... (Harp સૂરમંડળ) પુરુષ : એક બાજુ તેઓ ઈડર (ગુજરાત)ની ગિરિકંદરાઓમાં જઈ પોતાની આત્મામાં લીન થઈ જતા, તો બીજી બાજુ મોહમયી મુંબઈ નગરીમાં આવી પોતાના હીરા-ઝવેરાત ઈ.ના વ્યાપારનાં જાગૃત કર્તવ્ય-કર્મોમાં ! ગૃહસ્થવેશમાં હોવા છતાં વાસ્તવમાં તો તેઓ ગુપ્ત મહાયોગી જ હતા. સ્ત્રી : વિદેશ તો શ્રીમદ્ભુ ન ગયા પણ વિદેશથી ભારત આવેલ એક સુશિક્ષિત તેજસ્વી યુવક એમને અહીં જ, આ મોહમયી નગરી મુંબઈમાં મળ્યો. પુરુષ : પ્રથમ દર્શને જ એ યુવાન એમનાથી અત્યંત પ્રભાવિત થઈ ગયો. શ્રીમદ્દ્ની વેધક, પારદર્શી આંખોમાં એને પ્રકાશનાં દર્શન થયાં અને એમની પરાપ્રાંજલ વાણીમાં શાંતિસભર સમાધાન. આ યુવક તે બૅરિસ્ટર મોહનદાસ ગાંધી. સ્ત્રી : પછી તો એ બંનેનો સંબંધ ગાઢ થતો ગયો. વાતચીત, ચર્ચા-વિચારણા વધતા ગયા. યુવકના પુનઃ વિદેશગમન-આફ્રિકા જતાં પત્રવ્યવહાર પણ વધતો ગયો. શ્રીમદ્ રાજચંદ્રજી ૧૦૦
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy