SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુપાળ-તેજપાળ બેલડી વત્ ઉપર્યુક્ત બંને સર્જનોનાં નિર્માણનાં નવલાં સ્વપ્નો જોયાં... ! . પરંતુ ભવિતવ્યતા તો કંઈક ઓર જ હતી. પ્રથમ તો પૂ. સહજાનંદઘનજીએ વિશ્વભરમાં શ્રીમદ્જીના સાહિત્ય દ્વારા વીતરાગવાણી અનુગંજિત કરવાનો આ અલ્પાત્માને ઉપાદેય આદેશ આપ્યો. શ્રીમદ્ભ સૂર્યને ગુજરાતના વાદળોની ઘનઘટામાંથી બહાર લાવવાની તેમની વિશ્વવ્યાપ-ભાવના અદ્ભુત હતી. આ માટે એકબાજુથી “સપ્તભાષી આત્મસિદ્ધિ' સમા સાત ભાષાના સંપાદનને (બે ભાષાઓના આ લેખક દ્વારા અનુવાદનો પણ) તેમનો આદેશ હતો, બીજી બાજુથી આવા શ્રીમદ્રસાહિત્યના રેકર્ડીંગોનો તેમજ વિદ્યાપીઠના અભ્યાસક્રમ સર્જનનો, જે સુદૂર પૂ. પંડિત સુખલાલજીની મહત્ત્વની અનુભવસિદ્ધ પરિકલ્પના દ્વારા ગોઠવવાનો હતો – આ સર્વ કામોના અલ્પસમયમાં જ મંગલારંભ તો થયા, પણ.... પાંચ મહીનાના જ ગાળામાં અચાનક, અણધાર્યું, અગ્રજ પૂ. ચંદુભાઈનું અકસ્માતમાં દેહાવસાન થયું (ગાંધી જયંતી ૨.૧૦.૭૦) અને તે પછી બરાબર એક મહીને કા.શુ. બીજને ૨.૧૧.૭૦ની પરોઢની અમૃતવેળા પૂર્વે અભૂતપૂર્વ એવી યોગસમાધિસહ ગુરુદેવ પૂ. સહજાનંદઘનજીએ પણ મહાવિદેહ ક્ષેત્રમણી મહાપ્રયાણ કર્યું – જાણે પરમકૃપાળુદેવ કેવળી ભગવંતના પાવન ચરણોમાં પહોંચવાના તેમના સંકલ્પ “આયુ અંતે આવીશ તુજ પાજ રે” અનુસાર ! એક માસાંતરે બબ્બે વજાઘાતો થયા....! પરિકલ્પિત અને આયોજિત સ્વપ્નો ચકનાચૂર થયા....!! પંખીના જાણે માળા વિખાયા....!! એક બાજુથી હંપી આશ્રમે આત્મજ્ઞા પૂમાતાજીની નિશ્રામાં યત્કિંચિત્ આશ્રમકાર્યોના અને બીજી બાજુથી બેંગલોર મુકામે સ્વગૃહસ્વ અને બંધુ વ્યવસાયે ભારે કસોટીઓ ને અગ્નિપરીક્ષાઓ ભર્યા પરિસ્થિતિ પ્રસંગો સર્જાયા. બાર બાર વર્ષે આ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર પાડવામાં વીત્યાં. આ વચ્ચે પૂ. સહજાનંદઘનજીની પ્રેરણાનું વર્ધમાનભારતી દ્વારા વિશ્વ ગુંજાવતી રેકર્ડોનું (અને થોડું જ સપ્તભાષીનું) નિર્માણ સર્જન કાર્ય આરંભાયું. પ્રતિકૂળતાઓને અનુકૂળતાઓ માનજો, પ્રતાપભાઈ !” અને “સ્વયંમાં સ્થિત થઈ રહેજો, એથી સઘળું સધાશે” - આવા મહાપ્રેરક સદ્ગુરુ સહજાનંદઘનજીના આદેશોએ, પૂ. માતાજીએ અને દૂરથી પૂ.પં. સુખલાલજીએ ભારે બળ પૂરા પાડ્યાં. પૂ. માતાજીની આજ્ઞાનુસાર કાર્તિક-પૂર્ણિમાની પરમ કૃપાળુદેવની જયંતીએ જ પ્રથમ પરમગુરુકૃપાકિરણની રવ-સંવેદન કથા સંકેતઃ વકથ્ય, ૧૪૩
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy