________________
અવકાશ સ્થળ સીમાને કારણે નથી, અહીં તો સંકેતભર અંગુલિનિર્દેશ કરવો રહે છે. મહાપુરુષો, સદ્ગુરુદેવોના અનુગ્રહ-આદેશથી એવો, આત્મસિદ્ધિ-ગણધરવાદનો તુલનાત્મક પ્રતિદર્શન કરવાનો અવસર આ પંક્તિ લેખકને અનેકવાર સાંપડ્યો-પોતાના શ્રી કલ્પસૂત્રાનુવાદ વાચનને ભારતમાં અને વિદેશોમાં પ્રસ્તુત કરતી વેળાઓએ (કુલ ૨૫ વાર) ભારતમાં કુતૂર, તિરુપુર, અલપાઈ, કોચીન, હૈદ્રાબાદ અને વિદેશોમાં લંડન ન્યૂજર્સી, બોસ્ટન આદિ નગરોનાં પર્યુષણ-પ્રવચનોમાં. બોસ્ટનના શ્વેતાંબર-દિગંબર બંને આમ્નાયોના શ્રોતાઓ વચ્ચેનો વીસ વીસ દિવસનો ધારાપ્રવાહવતુ આ વિવેચનપ્રસ્તુતિવત્ તુલનાત્મક અધ્યયનનો અનુભવ તો સ્મરણીય બની ગયો છે.
આ સર્વ કથન કરવાનો ઉદ્દેશ સ્વયં-પ્રચાર અહંકારનો નહીં, “આત્મસિદ્ધિ માં નિહિત “ગણધરવાદ'ની પ્રતિબિંબિત છાયાની ક્ષમતાનો નિર્દેશ માત્ર કરવાનો છે. આવો આ અનુગ્રહ અને આદેશ બને પુરુષ સદ્ગુરુજનોના ઉપકાર-પરમ ઉપકારથી પ્રાપ્ત થયો અને આ બંને ઉપકારક મહાપુરુષો પણ કેવા? બંને શ્રીમદ્જી પ્રતિ સદ્ભાવસભર. એક વિદ્વતા-વિશ્વના મૂર્ધન્ય મહાપ્રાજ્ઞ અને બીજા આત્માનુભવના-અનુભૂતિ જગતનાઆકાશના તેજસ્વી નક્ષત્ર. એમનાં પરમ પાવન નામ? પ્રજ્ઞાચક્ષુ પં.શ્રી સુખલાલજી અને શ્રીમજી-સમર્પિત લઘુતાના બીજા અવતાર સમયોગીન્દ્ર યુગપ્રધાન શ્રી સહજાનંદઘનજી - ભદ્રમુનિ (હમ્પી, કર્ણાટક).
પ્રથમ પરમ પુરુષે આત્મવાદ સિદ્ધ કરતા ગણધરવાદ અને જૈનદર્શનના સારતત્ત્વરૂપ એવા શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રને વિગત અઢી હજાર વર્ષની જૈન-જૈનેતર આચાર્યો દ્વારા લિખિત સિદ્ધિ કૃતિઓમાં સર્વોપરિ, અભૂતપૂર્વ અને સ્વયંના આત્માનુભવપૂર્ણ સિદ્ધ કરી – આ શબ્દોમાં - ૦ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી કથિત “આત્મોપનિષદ્'
શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મોપનિષદ્ કહી છે. શ્રી રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ એ સાચે જ આત્મોપનિષદ્ છે.
“સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદો જાણીતા છે. તેમાં માત્ર આત્મતત્ત્વની જ ચર્ચા છે.. * જુઓ : “શ્રી કલાર્થીનો “આત્મસિદ્ધિ શાસ્ત્રના પુરોવચનનો “પ્રજ્ઞાસંચયન’ના પૃ. ૩૭ પરનો અનુવાદ.
(પરિશિષ્ટ)
રાજગાથા