________________
જન્માંતરોના પારનું પરિદર્શન :
જિન ધ્યાન-નિજધ્યાનની જિનચરણે સમર્પિત અંતરયાત્રા :
સાત વર્ષની બાળવયે બાવળના વૃક્ષ પરની કાયોત્સર્ગ-શી અવસ્થામાં અમીચંદની બળતી અગનચિતા નીરખતું, જાગૃત થતું આ અંતર્દષ્ટાનું શુદ્ધાત્મચૈતન્ય જન્મજન્માંતરોની પાર પહોંચી ગયું... એ આત્મયાત્રામાં તેમને મૂળ જિનમાર્ગ અને જિન ભગવંતનાં દર્શન થતાં રહ્યાં હશે, એ સર્વજ્ઞ ભગવંતનાં આજ્ઞાવચનો અંતરશ્રવણે પ્રતિધ્વનિત થતાં રહ્યાં હશે, એ સચનો તેઓ ઊંડાણે વાગોળતાં રહ્યા હશે અને એ ચરણ-કમળોની વિનયોપાસનાના પ્રતિફલનરૂપે તેમને લા-ચલચિત્રની અખંડ શ્રૃંખલા અને અંતર્ધ્યાનધારાવતુ પ્રાયઃ નવસો જેટલા પૂર્વજન્મોનું અદ્ભૂત અભૂતપૂર્વ જાતિસ્મૃતિજ્ઞાન અને સ્વયંનું સાતત્ય ધ્યાન !
એ દર્શન તેમને પશ્ચાત્ક્રમે ઈડરના પહાડોના મુનિ રાજચંદ્રથી માંડીને ભગવાન મહાવીરને ચરણે રહેલા, આજ્ઞામાં અલ્પમાત્ર જ ચૂકેલા વૃદ્ધમુનિ સુધીનું અને તે પૂર્વે “નાગની છત્રછાયાવાળો કોઈ ઓર જ ધ્યાનસ્થ પાર્શ્વનાથ' પરમાત્માના પાદપદ્મને સ્પર્શતું, તેમની આ જનમની ૭ થી માંડીને ૩૩ વર્ષ સુધીની અખંડ, અપ્રમત, આત્મોપયોગ ભરેલી વિરલ, સ્વભાવશુદ્ધ, સર્વોચ્ચ, કેવળ ધ્યાનાવસ્થાની દેહાતીતતામાં લઈ ગયું... તેમના અનંત સંભાવનાઓ ભરેલા એ ધન્ય અંતર્લોકની અવસ્થા હતી - શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ’, અને ‘કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન'ના દેહ છતાં કેવળ ચૈતન્ય નિજસ્વભાવની દેહાતીત દશાવાળી. સ્વાત્મામાં સંધાયેલ સ્વયંની સંસ્થિતિના શુદ્ધાત્મ ધ્યાનની એ દિવ્ય દશા એમને શેષ દેહ એક ધારીને ‘સ્વરૂપ સ્વદેશ' પહોંચાડનારી હતી...
નિજધ્યાનની એક ધૂન અને એક મસ્તીભરી એ પ્રચંડવેગે ઘસમસતી વહેતી ધ્યાનધારામાં એ પરમ ધ્યાતા-દેષ્ટાએ વિશ્વના અણઉકેલ્યા રહસ્યો ખોલતું વિશેષ તો શું શું નિહાળ્યું હશે, શા શા રૂપે નિહાળ્યું હશે અને શી શી દૃષ્ટિએ નિહાળ્યું હશે તે તો જ્ઞાનીગમ્ય-કેવળીગમ્ય અને તેમને જ ગમ્ય ! ! અહીં તો એ સ્વયંવેદ્ય, અનિર્વચનીય, અવક્તવ્ય અવસ્થાની માત્ર કલ્પના જ કરવી રહી !!!
ઈડરના પહાડોની એકાંત, એકાકી, અસંગ, નિગ્રંથ, નિર્વિકલ્પાવસ્થામાં અને મોહમયીનગરી મુંબઈની સહજાવસ્થાભરી બાહ્ય વ્યાપારદશામાં પણ ‘આત્માને સહજસ્વરુપ-સહજ સમાધિમાં વર્તાવી’, ‘મનને વનમાં’ વસાવી, એ બંનેના આભાસે દેહની થતી ‘કંઈક ક્રિયા’ના સાક્ષી રહી, ‘દેહ ભિન્ન કેવળ ચૈતન્ય'ના ધ્યાનમાં જ,
39
રાજગાથા