SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 6. “જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ...... અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન માંડ-માંડ કરી શકીએ છીએ. ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે-સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી - પત્રાંક-૩૧૩” 7. “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયઃ નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી.. શ્રી તીર્થકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું - એમ અમને દેટ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવ-જ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ - સાચા છીએ - પત્રાંક-૩૨.” 8. “અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી - પત્રાંક-૩૨૯.” 9. “ઘણા-ઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયાં છે, તેમાં અમારા જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન-અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. - પત્રાંક-૩૩૪.” 10. “અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શાબ્દિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે; કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભાવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે – પત્રાંક-૩૪૭.” 11. “સમય માત્ર પણ અપ્રમત્તધારાને નહિ વિસ્મરણ કરવું એવું જે આત્માકાર મન તે વર્તમાન સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે – પત્રાંક-૩૫૩.” 12. અમે પાંચ માસ થયા જગત, ઈશ્વર અને આત્મભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ. મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે - વૈશાખ વદ-૬, ૧૯૪૮ - પત્રાંક-૩૫૮.” 13. “યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે, ધન્ય રે દિવસ આ અહો !. આવી અપૂર્વ વૃત્તિ અહો ! થશે અપ્રમત્તયોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહવિયોગ રે, ધન્ય. (ત્રિપદીના પૂર્વનિમિત્ત) ગણધરવાદ અને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું તુલનાત્મક અધ્યયન ૮૦
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy