________________
ખાસ ગવરાવતા. આ સારી યે ભૂમિકાના. અનુસંધાનમાં મર્મજ્ઞ અને પ્રકાશન-નિસ્પૃહ બાબાએ ત્યારે મને શું ઉત્તર વાળ્યો એ જાણવું છે? તેમણે લખ્યું: “એ પત્રોના અપ્રકાશિત રહેવામાં જ તેનું પ્રકાશન છે. તેના દ્વારા તમારા અંગત વિકાસમાં ઉપયોગ થાય તો કરો.” બસ થઈ ગયું. બાબાનું બ્રહ્મ-વાય-બાણ છૂટું પછી શું થાય ? તેમના એ ચિકિત્સા-બુધ્ધિ યુક્ત અનુમોદના ભર્યા પત્રો વાગોળતો રહ્યો અને સાચવી રાખ્યાં. એ અનેક પત્રોમાંથી એક અન્ય પત્રમાંની ઉપયોગી વાત સર્વસ્પર્શી, વિશાળ જનસમૂહોપયોગી છે એક સરસ શ્રીમદ્ – પદ્ વિષેની, જે તેમણે આ લેખક-ગાયક પાસે અનેકવાર ગવરાવેલું. “આશ્રમ ભજનાવલિ'માં એ અપાવું રહી ગયાનો તેમણે ઉલ્લેખ કર્યો છે. એ સર્વોપયોગી અને સરળ પદ છે :
“બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહીં એક્કે ટળ્યો !”
આ પદની અધવચ્ચે અને અંતે જે પંક્તિઓ છે તે સૌને સ્પર્શી જનારી અને ઢંઢોળનારી છે. પોતાના શોધનની આ પંક્તિઓ –
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધી વળગણા છે? રાખું કે એ પરહરું?” અને “માત્મવત્ સર્વ ભૂતેષુ' સૂત્રની સ્મૃતિ આપતી આ અંતિમ પંક્તિઓ : રે આત્મ તારો, આત્મ તારો, શીધ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો !”
શ્રીમદ્ભા આવા સરળ, સર્વસ્પર્શી અને અનેકવિધ વિષયો પરનાં ચૂંટેલાં પદો વિષે સંકેત આગળ કરીશું.
અહીં સંક્ષિપ્ત સંકેત શ્રીમદ્જીના ગાંધીજી પરના પ્રભાવ વિષે કરવો પ્રથમ આવશ્યક છે. ઉપર્યુક્ત વિનોબા-પટકથનના સંદર્ભમાં ગાંધીજીની આત્મકથામાંના પ્રકરણ ઉપરાંત તેમની આંતરિક ભીડમાં પૂછાયેલા ૨૭ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને શ્રીમદ્જીએ આપેલા ગંભીર, અનાગ્રહી, વિવેકભર પ્રત્યુત્તરો મહત્ત્વપૂર્ણ અને ચિતનીય છે. બાપૂના જીવનશોધનના દ. આફ્રિકાના એ મંથનકાળ વેળા શ્રીમદ્જીએ તેમને મુંબઈથી મોકલેલા યોગવાસિષ્ઠ મહામાયા, પંઘવી ઈત્યાદિ હિન્દુ ધર્મગ્રંથો એ સાક્ષી પૂરે છે કે શ્રીમદ્જી બેરિસ્ટર મોહનદાસ ગાંધીને તેમના જ જન્મજાત હિંદુ ધર્મમાં દઢ બનાવવા કેટલા તત્પર હતા! ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મના પ્રચારકોથી સ્વધર્મમાં સંશયગ્રસ્ત બની રહેલા બાપૂને ત્યારે તેમણે જૈનધર્મી બનાવવા પણ પ્રયત્ન
રાજગાથા