Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 251
________________ કરીને લાખો સોદા, લખે જ્ઞાનની ગૂઢ વાતો, સત્ય-અહિંસાના હીરા સાચવ્યા જાગીને રાતો. વૈભવે વીતરાગી, સ્પર્શે ન જગ માયાવી, કષાયો સર્વ ખરે, જળમાં જ્યમ કમળ તરે. અમરેલી, ૧.૧૧.૧૦. ડો. કાલિન્દી પરીખ (મો) ૯૪૨૯૧૩૯૧૪૫ (“ગૌરક્ષા પાત્ર” અને “જીવન-મૃતિ'માંથી) ગુજ્યા ગુફાના સાદ અનંતની યાત્રાને મારગ ગુંજ્યા ગુફાના સાદ : “આપણો સંગ છે જૂનો-પુરાણો” રહ્યાં અપાવી યાદ ! અનંતની યાત્રાને મારગ... સંસરતી સરિતાને ઘાટે, ધોયાં શ્રમિત મેં પાદ; તટ નિકટની શાંત ગુફામાં શમી રહ્યાં અવસાદ ! અનંતની યાત્રાને મારગ.. “સેડરમ્ ? કોણમ્ ?” પડઘા પ્રગટ્યા, રણક્યા મધુર નિનાદ; આહત”માંથી “અનાહત' કેરા ગુંજી ઊઠ્યા છે નાદ ! અનંતની યાત્રાને મારગ... હદ વીંધીને અનહદ જાવા, આતુર મારી પાંખ; ગુફાના ગુંજન ભરી રહ્યાં મુજ, સંગતમાં સંવાદ..... અનંતની યાત્રાને મારગ... (પ્રથમ ગુફા પ્રવેશે, તુંગભદ્રા તટે, અસંગ ગુફા, રત્નકૂટ પહાડ, હેપી, ૧૯૬૯) (દક્ષિણાપથની સાધના યાત્રા) - અનંતયાત્રી ગુંજ્યા ગુફાના સાદ ૨૩૭

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254