Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation

View full book text
Previous | Next

Page 250
________________ ૨૫ તે કાવ્યો ડો. વસંતભાઈ પરીખના વિદુષી સુપુત્રી ડો. કાલિન્દીબેન પણ વર્તમાન ૧૫૦મી શ્રીમદ્ રાજચંદ્રજી જયંતી પ્રસંગે ૨૯-૧૦-૧૭ના રોજ “શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન સત્ર”માં અમરેલી પરમકૃપાળુ કુટિર આકાશ ઓટલા પર મનનીય તુલનાત્મક પ્રવચન આપી ગયા (આ કવિતા ગીતો સાથે) ગીત ઃ (૧) ૨૩૬ ગીત-૨ અપૂર્વ અવસરનો દીપ અપૂર્વ અવસરનો દીપ જલે, અજ્ઞાન તણું અંધારું ટળે, આતમભાવનું અજવાળું પ્રસરે, દેહભાવ ખરખર ખરે, જૂઠ કામ, ક્રોધ, લોભને વળી મોહમાયા, જાણે કમળ પરથી જલ સરે. પરિષહ અને ઉપસર્ગનો અગ્નિ ભડભડે, રાગ-દ્વેષ ને સર્વ કષાયો બળે, પરનિંદાથી ડરું ને પરદુઃખે રડું, શત્રુ ન હવે કોઈ સહુ મિત્ર રહે. જિન સંગે જિન થે જિનત્વ લહે, ચિત્ત નિશદિન શ્રીમનું ધ્યાન ધરે, દેહ નથી ને દેહ સંબંધી પણ નથી મારા, કેવલ શુધ્ધ ચેતન્યની વહે સહજ ધારા. ધર્મ નહીં કેવળ દેરામાં ન ફ્ક્ત દેવળ કે ન દેરામાં જોયો, દુકાન કે વ્યવહારમાં ધર્મને પેખ્યો. ચોપાસથી સહી કૈં કેટલી ય બરછીઓ, કે પાખંડની ના સહી બરછીઓ. ડો. કાલિન્દી પરીખ રાજગાથા

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254