________________
વ્યાસ, રજનીભાઈ ભટ્ટ, રમાબેન દેસાઈ, ટોલીયા પરિવાર સહિત અનેક સજ્જનો સન્નારીઓ, ભાવિકોએ લાભ લીધો હતો. આભાર વિધિ પ્રો. પ્રતાપભાઈ ટોલીયાએ કરી હતી. સમગ્ર ટોલીયા પરિવારે હર્ષભેર સે આગંતુકોની સરભરા, સેવા કરી હતી.
ડો. વસંતભાઈ પરીખની ઉપસ્થિતિમાં અમરેલીમાં શ્રીમદ્ રાજચંદ્રજી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત બેઠક
પ્રેરક પ્રવચન તથા કાવ્ય પાઠ થયા અમરેલી, તા. ૩/૧૧/૧૦
અમરેલી એક્સપ્રેસ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ અન્વયે અમરેલી કેન્દ્રમાં ટોલીયા પરિવાર દ્વારા વિવિધ ઉપક્રમો રપ/૧૦ થી ૪/૧૧ સુધી આયોજીત થયેલ છે. જેમાં આજે અંતિમ વિરામ બેઠકમાં અમરેલીના વિદ્વાન ડો. વસંતભાઈ પરીખ દ્વારા પ્રવચનકાર્યક્રમ, બાળકોને પ્રોત્સાહન ઇનામ, વિગેરેનું આયોજન છે. સંકલ્પ પરેશ મહેતા દ્વારા કરવામાં આવશે.
આ તકે કવિ શ્રી હર્ષદ ચંદારાણા, ડો. કાલિન્દી પરીખ, મહેન્દ્રભાઈ જોષી, તથા પ્રસિધ્ધ નાગરિકો હાજરી આપશે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે.
વિવિધ સ્પર્ધાઓનું આયોજન અમરેલી, તા. ૧૦/૧૦/૧૦
અમરેલી એક્સપ્રેસ વર્ધમાન ભારતી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન જિનભારતી બેંગ્લોર દ્વારા તેમના અમરેલી કેન્દ્ર પર નિમ્ન અનેકવિધ કાર્યક્રમો પરમગુરુ અનુગ્રહથી આયોજિત કરવામાં આવ્યાં છે. જેમાં જ્ઞાનપંચમી ૨૫/૧૦/૧૭ થી શ્રીમદ્ રાજચંદ્ર જયંતિ કાર્તિક પૂર્ણિમા ૪-૧૧-૧૭ સુધી કાર્યક્રમો રહેશે.(૧) બાળક-બાલિકાઓ માટે શ્રીમદ્ રાજચંદ્ર ગાનજ્ઞાન-ધ્યાન મીન શિબિર - જેમાં ૭ થી ૨૧ વર્ષ વયજૂથના કન્યા-કુમારોએ સુમધુર કંઠથી ગાયન કરવાનું રહેશે. તમામ શાળા કોલેજોએ પાંચ પાંચ નામ નીચેના સરનામે મોકલી આપવા. (૨) શ્રીમદ્ રાજચંદ્ર રચિત ગાન સંગીત પ્રતિયોગિતા-વર્ધમાન ભારતીની રાજપદ, પરમગુરુ પદ, ભક્તિકર્તવ્ય આ ત્રણેય સી.ડી. (પડતર મૂલ્ય) ખરીદીને તેમાનાં રાગોમાં ગાવાનું રહેશે. ત્રણ સીડીમાંથી એક એક પદ ચૂંટીને ગાવાના રહેશે. શિબિર દરમિયાન પ્રત્યક્ષ અથવા પોતાના અવાજની સીડી રેસ્ડ કરી પૂર્વ પ્રેષિત કરી શકાશે. વિજેતાઓને પુરસ્કાર ઉપરાંત વર્ધમાન ભારતીનાં
૨૩૪
રાજગાથા