________________
જ્યારે તેમની રાજચંદ્ર-ગાંધી ચિંતનની મૌલિક અંતઃશ્રુતિઓ ગ્રંથ-પ્રકાશ પામશે. અહીંના સત્રમાં પણ ડો. વસંત પરીખ, ડી. કાલિન્દી પરીખ, શ્રી પરેશ મહેતા અને શ્રીમદ્જી પર પી.એચ.ડી. થયેલા ડો. રમાબેન દેસાઈ જેવા હજુ તો થોડાનો જ પરિચય થયો, તેમનો લાભ બૃહદ્ ગુજરાતે પ્રવૃત્તમાન પ્રબુધ્ધ શ્રીમ-સાહિત્ય પ્રવક્તાઓ સાથે જ લેવા જેવો છે. આ સર્વને ચૂકી શકાય ?
વિશેષ નૂતન અભિયાનો-નિમણોઃ આ ઉત્સવ અવસરે પરમકૃપાળુ કુટિર'નું લઘુ પિરામિડ-ધ્યાન ભક્તિ માટેનું નૂતન નિર્માણ થયું. હંપી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની તરુતલ + ગુફા સ્થિત અને બેંગ્લોરની જિનભારતી સ્થિત શ્રીમદ્ આત્મવિધા વિધાપીઠના અમરેલી કેન્દ્રનું ત્રિવિધ વિધા કેન્દ્ર ખુલ્લું મૂકાયું. પ્રા. પ્રતાપકુમાર ટોલિયા લિખિત “રાજગાથા' પુસ્તક મુદ્રાણાધીનનું પુરોવચન ડો. વસંત પરીખ દ્વારા લખાયું અને “શ્રીમદ્ રાજચંદ્ર કીર્તિ સ્તભ'નું ભાવિ બીજ રોપાયું. વિશ્વભરની વિવિધ શ્રીમદ્ ઉજવણીઓમાં નાનીશી અમરેલીની અમરનગરીએ અભૂતપૂર્વ ભાતા પાડી, (સંબદ્ધ : બે કાવ્યકૃતિયો) – “જિનેન્દુ’, અમદાવાદ અને પ્ર.જી. મુંબઈ. અમરેલીમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતિએ સર્જક સત્સંગ સભા યોજાઈ
યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીમાં પ્રો. પ્રતાપભાઈ ટોલીયા અને પરિવાર દ્વારા વિવિધ પ્રકારના ઉપક્રમો ચાલી રહ્યાં છે. જેમાં તા. ૨૯/૧૦/૧૭ને રવિવારના રોજ ગાંધી શેરીમાં ટોળીયાના ડેલામાં ખુલ્લા આકાશ તળે ઓટલા સાહિત્ય સભા એટલે કે સર્જક-સત્સંગનું આયોજન થયું હતું. પ્રારંભમાં પ્રો. પ્રતાપભાઈ ટોલીયાએ પૂર્વ ભૂમિકા રજૂ કરી હતી. અતિથિ વિશેષ સર્જકો કવિ હર્ષદ ચંદારણા, કાલિન્દી પરીખ, હરજીવન દાફડા, પરેશ મહેતાનું સ્વાગત તથા સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવેલ. શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના ચિંતન, વાર્તાલાપ પર સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડો. કાલિન્દીબેન પરીખ દ્વારા ગહન અભ્યાસપૂર્ણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ બંને મહાપુરુષોના તત્કાલીન સમય, સંદર્ભ, સત્ય, અપરિગ્રહ, ચિતશુદ્ધિ આત્મકલ્યાણ વિષે વિશદ છણાવટ કરી હતી. ગુજરાતી ભાષાના બે સત્વશીલ સર્જકો કવિ હર્ષદ ચંદારાણા અને હરજીવન દાક્કાએ પ્રકૃતિ, જીવનધર્મ, માનવતાવાદની રચનાઓ રજૂ કરી ભાવવિભોર કરી દીધા હતા. આ સાત્વિક સર્જક સભાનું સંચાલન પરેશ મહેતા દ્વારા કરવામાં આવેલ. આ ખુલ્લા આકાશ તળેની સાંધ્ય ઓટલા સાહિત્ય સભામાં પ્રબુધ્ધ નાગરિકો એવા સ્વાતિબેન જોષી, પંકજભાઈ જોષી, પરેશ જાની, વિપુલભાઈ અમરેલીમાં શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતિએ સર્જક સત્સંગ સભા યોજાઈ
૨૩૩