Book Title: Rajgatha
Author(s): Pratap J Tolia
Publisher: Vardhaman Bharati International Foundation
View full book text
________________
પરિશિષ્ટ-E
બેંગ્લોરની વર્ધમાન ભારતી દ્વારા વતન અમરેલીમાં અભૂતપૂર્વ આયોજન : યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી ૧૫૦મી જન્મજયંતી ઉત્સવ
(૧) અગિયાર દિવસનો બાળ-કુમાર શ્રીમદ્ રાજચંદ્ર ગાન-જ્ઞાન-ધ્યાન-મૌન શિબિર
(૨) શ્રીમદ્ રાજચંદ્ર-રચિત પદોની વર્ધમાન ભારતીની સી.ડી. પર ગાનસંગીત સ્પર્ધા
(૩) રાજ-કવિ-સંમેલન : બે બેઠકોમાં અમરેલીમાં કવિશ્રી હર્ષદ ચંદારાણા, હરજીવન દાફ્કા, ડો. કાલિન્દી પરીખ, સુશ્રી પારુલ ખખ્ખર, શ્રી પરેશ મહેતા ઇ.ની શ્રીમદ્ઘ પર કવિતાઓ
(૪) શ્રીમદ્ભુ-સૂચિત આત્મધ્યાન પ્રયોગ ધ્યાન-સંગીત : પ્રત્યક્ષ અને સી.ડી. દ્વારા પ્રસ્તુત
(૫) “શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી ચિંતન-સત્ર” : બે બેઠકોમાં ડો. કાલિન્દી પરીખ (કવયિત્રી, વિદુષી) અને તેમના પ્રજ્ઞાવંત પિતાશ્રી ડો. વસન્ત પરીખ દ્વારા બે ગહન ચિંતનાત્મક અપૂર્વ પ્રવચનો : પ્રા. પ્રતાપકુમાર ટોલિયા અને શ્રી પરેશ મહેતાની મહત્ ભૂમિકાઓ સાથે પ્રસ્તુત આ સર્વાયોજનો જાણે પરમગુરુઓનો પરમ અનુગ્રહ ન ઊતર્યો હોય, તેમ અભૂતપૂર્વરૂપે, કલ્પનાતીતપણે સંપન્ન થયા—લાગલગાટ અગિયાર દિવસ સુધી !
બાલક-બાલિકાઓએ ન કેવળ ઉલ્લાસભેર ‘બહુ પુણ્ય કેરા’, ‘હે પ્રભુ !', ‘ સફ્ળ થયું’, ‘ આતમ ભાવના', ‘સહજાત્મસ્વરુપ' સમા સર્વસ્પર્શી શ્રીમદ્-પદો-મંત્રો ગાયા અને ગુંજાવ્યા, તેની ધૂનો પણ મચાવી જન હૈયે ને હોઠે રમતાં કર્યા.
અમરેલી-અમરવલ્લી એટલે કવિઓની નગરી. અનેક કવિઓનો ત્યાં નિત્ય
જાણે મેળો જામે ! સમયાભાવે અનેકોમાંથી થોડા જ કવિઓને આ વેળા ચૂંટીને નિમંત્રવા પડ્યા. તેમણે શ્રીમદ્ભુની કાવ્ય-કૃતિઓ ન માત્ર પેટ ભરીને માણી અને ગુંજતી બાલ-ધુનોમાંથી જાણી, પરંતુ સ્વરચિત કૃતિઓમાં શ્રીમદ્ભુના જીવનદર્શનને પ્રતિધ્વનિત પણ કર્યું ! એ બધી ગ્રંથસ્થ થશે.
કવિઓની જેમ ગહન અભ્યાસી ચિંતકો પણ અમરનગરી અમેરલીમાં ‘છુપા રુસ્તમ' જેમ, વિશાળ જગતથી અજાણ પડ્યા છે, તેનો પરિચય વિશ્વને હવે થશે
૨૩૨
રાજગાથા

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254